)
Silver Peacock Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુ આપણા જીવનની ઉર્જા પર પ્રભાવ પાડે છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની હોય છે. જે આપણા જીવનની દિશા પણ નક્કી કરે છે. વાસ્તુશાસ્ત્રમાં ચાંદીના મોરને શુભ પ્રતીક માનવામાં આવે છે તે ઘરમાં સકારાત્મકતા સૌભાગ્ય અને સમૃદ્ધિ વધારી શકે છે.
કહેવાય છે કે ઘરમાં ચાંદીનો મોર જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનાથી વાસ્તુદોષનું નિવારણ થઈ જાય છે અને ધન પ્રાપ્તિના રસ્તા પણ ખુલવા લાગે છે. એટલું જ નહીં ચાંદીનો મોર વેપારમાં વધારો કરવામાં પણ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. તેને વેપારના સ્થળે જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો બિઝનેસમાં અપાર ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે. જો તમે ચાંદીના મોર સંબંધિત વાસ્તુ નિયમો જાણતા ન હોય તો ચાલો તમને જણાવીએ કે ઘરમાં કઈ દિશામાં ચાંદીનો મોર રાખવો જોઈએ અને તેનાથી કેવા ફાયદા થાય છે?
મંદિરમાં ચાંદીનો મોર
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પૂજા સ્થળ એટલે કે ઘરના મંદિરમાં ચાંદીનો મોર રાખો છો તો તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સ્થાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પણ હોય છે. અહીં ચાંદીનો મોર રાખવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
તિજોરીમાં રાખો ચાંદીનો મોર
ઘણી વખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી તેનું કારણ હોય છે ભાગ્ય નબળું હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે પૂર્ણિમાના દિવસે ચાંદીનો મોર ખરીદો અને પછી ઘરે લાવી તેને તિજોરી અથવા લોકરમાં રાખો તો ભાગ્ય પ્રબળ થાય છે અને કાર્યમાં સફળતા મળવા લાગે છે.
વેપારના સ્થળે ચાંદીનો મોર
જો તમારા બિઝનેસમાં વારંવાર નુકસાન થતું હોય કે વારંવાર બાધા આવતી હોય તો ઓફિસ ડેસ્ક પર અથવા તો જે પણ કામ કરવાનું મુખ્ય ટેબલ પર ચાંદીનો મોર રાખો. તેનાથી કાર્યસ્થળની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વેપારમાં પ્રગતિના નવા અવસર ખૂલે છે.
બેડરૂમમાં ચાંદીનો મોર
પતિ પત્ની વચ્ચે જો વારંવાર વિવાદ થતો હોય અને લડાઈ ઝઘડા રહેતા હોય તો ચાંદીનો મોર અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. બેડરૂમની નકારાત્મકતાને દૂર કરવા માટે અને સંબંધોને સુધારવા માટે ચાંદીના મોરને બેડરૂમમાં ઉત્તર દિશા તરફ રાખવો શુભ ગણાય છે.
આર્થિક સંકટ દૂર કરવા
ઘરમાં જો આર્થિક સંકટ હોય અને ધન ટકતું ન હોય તો તિજોરી અથવા તો ધન રાખવાની જે જગ્યા હોય તેના ઉપર ચાંદીનો મોર રાખવો લાભકારી રહે છે. આ સ્થાન પર ચાંદીનો મોર રાખવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને અટકેલું ધન પરત મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)