Ketu Double Gochar: મે મહિનામાં કેતુ કરશે ડબલ ગોચર, 3 રાશિઓને આકસ્મિક ધનલાભ કરાવશે કેતુ
Ketu Double Gochar in May 2025: ગણતરીના દિવસોમાં મે મહિનાની શરુઆત થશે. આ મહિનામાં પાપી ગ્રહ કેતુ એકવાર રાશિ અને એક વાર નક્ષત્ર બદલશે. કેતુનું આ ડબલ ગોચર 3 રાશિના લોકોનું ભાગ્યશાળી રહેશે.
Trending Photos
)
Ketu Double Gochar in May 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે રાશિ અને નક્ષત્ર બદલે છે. ગ્રહની ચાલ બદલે છે તેનો વ્યાપક પ્રભાત લોકોના જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમે જણાવી દઈએ કે મે મહિનામાં પાપી ગ્રહ કેતુ રાશિ અને નક્ષત્ર બંને બદલશે. કેતુ ગ્રહ મે મહિનામાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને સાથે જ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પણ ગોચર કરશે. કેતુની ચાલમાં એક જ મહિનામાં બે વખત ફેરફાર થશે. આમ તો કેતુ ગ્રહ પાપી ગ્રહ ગણાય છે પરંતુ મે મહિનામાં કેતુ 3 રાશિના લોકોના જીવનમાં સારા સમયની શરૂઆત કરાવશે. આ રાશિના લોકોને પૈસા પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
કેતુ ગ્રહનું રાશિ અને નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે સકારાત્મક સિદ્ધ થશે. કેતુ ગ્રહ આ રાશિના ચતુર્થ ભાવમાં ગોચર કરશે વૃષભ રાશિના લોકો માટે કેતુ ઉત્સાહજનક સ્થિતિનું સર્જન કરશે. રાશિના લોકો વાહન કે પ્રોપર્ટી ખરીદી શકે છે. આ સમય ઈચ્છાપૂર્તિનો હશે. વિચારેલી યોજનાઓ સફળ થશે.
સિંહ રાશિ
કેતુ ગ્રહનું નક્ષત્ર અને રાશિ પરિવર્તન સિંહ રાશિ માટે પણ શુભ છે. કેતુ ગ્રહ આ રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે તેથી વ્યક્તિત્વમાં નિખાર આવશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા વધશે. સોશિયલ નેટવર્કિંગ મજબૂત કરવા માટે સારો સમય. વૈવાહિક જીવન સારું રહેશે. આ સમયમાં નોકરી અને વેપારમાં ઇચ્છિત સફળતા મળશે.
ધનુ રાશિ
આ રાશિના લોકોને પણ કેતુ ગ્રહનું નક્ષત્ર અને રાશિ પરિવર્તન અનુકૂળ પરિણામ આપશે. આ ગોચર આ રાશિના નવમા ભાગમાં થશે તેથી ભાગ્ય સાથ આપશે. કરિયરમાં ઉન્નતિ થશે. પ્રમોશન મળી શકે છે. વેપારમાં મોટા પ્રોજેક્ટમાં સફળતા મળશે. ધન, સંપત્તિ અને રોકાણથી લાભ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














