રહસ્યમયી કેતુ આપે છે ચમત્કારિક પરિણામ, 4 રાશિવાળાને રાતોરાત ધન-પ્રસિદ્ધિ અપાવશે, નોટોમાં આળોટશો!
ક્રૂર અને માયાવી ગ્રહ કેતુ હંમેશા વક્રી ચાલ ચલે છે અને દોઢ વર્ષે રાશિ બદલે છે. વર્ષ 2026માં 5 ડિસેમ્બરના રોજ કેતુ ગોચર કરશે પરંતુ તે પહેલા 11 મહિના સુધી 4 રાશિવાળાને ખુબ લાભ કરાવશે.
Trending Photos
)
પાપી ગ્રહ ગણાતા કેતુએ 18 મે 2025ના રોજ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને સૂર્યની રાશિ સિંહમાં રહીને ખુબ ધમાલ પણ મચાવી હવે આગામી વર્ષે 2026માં કેતુ 5 ડિસેમ્બરના રોજ ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
4 રાશિઓને લાભ કરાવશે
ડિસેમ્બર 2026માં ચંદ્રમાની રાશિ કર્કમાં ગોચર કરતા પહેલા કેતુ વર્ષ 2026ના 11 મહિનામાં 4 રાશિવાળાને ખુબ લાભ કરાવી શકે છે. કેતુ આ જાતકોને અચાનક ધનલાભ કરાવશે, આધ્યાત્મિક તરફ વાળશે. 2026ની આ લકી રાશિઓ કઈ છે જેમના જીવનમાં કેતુ મોટા અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
2026માં વૃષભ રાશિના જાતકોને પૈતૃક સંપત્તિમાં અચાનક મોટો લાભ કેતુ કરાવી શકે છે. તમને સંપત્તિમાં રોકાણનું મોટું રિટર્ન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. અચાનક ધનલાભ થવાથી બેંક બેલેન્સમાં મોટો ઉછાળો આવી શકે. કરિયરમાં મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ શકે. પગારમાં વધારો થશે. વેપારી જાતકોને બંપર લાભ થઈ શકે છે. કોઈ મોટી ખુશી મળી શકે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને કેતુ વર્ષ 2026માં લક્ઝરી લાઈફનો આનંદ અપાવશે. તમે આરામદાયક અને સુવિધાજનક જીવન જીવશો. પૈસા કમાવવાના નવા નવા મોકા મળશે. નોકરી કરનારાઓને મહેનતનું ફળ મળશે. આધ્યાત્મમાં રસ વધશે. ધાર્મિક મુસાફરી કરી શકો છો. રિલેશનશીપને લઈને સમજી વિચારીને નિર્ણય લેજો.
વૃશ્ચિક રાશિ
2026માં કેતુ વૃશ્ચિક રાશિના જાતકો માટે લગ્નજીવનમાં ખુશહાલી લાવશે. તમે કૌટુંબિક જીવનનો ભરપૂર આનંદ લેશો. કરિયર માટે પણ સમય શુભ છે. એક પછી એક સફળતા મેળવશો. નોકરી બદલવાનો વિચાર કરતા હોય તેવા લોકોને નવી તક મળી શકે છે. વેપારી જાતકો પૈસા પણ કમાશે અને માન પ્રતિષ્ઠા પણ વધશે.
મીન રાશિ
નવા વર્ષ 2026માં કેતુ મીન રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં ચમત્કારિક પરિણામ આપી શકે છે. જો કે શનિની સાડા સાતી હોવાના કારણે સાવધાની પણ વર્તવાની જરૂર છે. આવક વધી શકે છે. પરંતુ તમે લક્ઝરી ઉપર પણ ખર્ચ કરશો. તમે પડકારો અને બાધાઓને પાર કરીને કરિયરમાં ઉપલબ્ધિ મેળવી શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














