Sun Transit 2025: વર્ષ 2025 નું છેલ્લું સૂર્ય ગોચર 5 રાશિઓ માટે શુભ, કમુરતા પણ ફળશે આ રાશિઓને, થશે બંપર લાભ
Sun Transit 2025 Horoscope: સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનારક કમુરતા શરુ થશે. જો કે આ વર્ષે કમુરતા પણ 5 રાશિના લોકો માટે શુભ સાબિત થશે. સૂર્યના રાશિ પરિવર્તનની શુભ અસરો આ 5 રાશિઓ પર જોવા મળશે. આ રાશિઓ કઈ છે અને તેમને કેવા લાભ થશે ચાલો જાણીએ.
Trending Photos
)
Sun Transit 2025 Horoscope: વર્ષ 2025 નું છેલ્લું સૂર્યગ્રહણ અને અંતિમ સંક્રાતિ એટલે કે ધન સંક્રાંતિ 16 ડિસેમ્બર અને મંગળવારથી શરૂ થશે. સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને આ દિવસથી કમુરતાનો પ્રારંભ થશે. પંચાંગ અનુસાર 16 ડિસેમ્બર અને મંગળવારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ઉદય થાય તે પહેલા જ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી જશે. આ સમયથી આમ તો કમુરતા શરૂ થાય છે પરંતુ 5 રાશિના લોકો માટે સૂર્ય ગોચર શુભ સાબિત થવાનું છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની ધન સંક્રાંતિ ખાસ રહેવાની છે કારણ કે તેનો પ્રભાવ 12 રાશિના લોકોના જીવન પર, દેશ-દુનિયા પર અને વાતાવરણ પણ વ્યાપક રીતે જોવા મળી શકે છે. જોકે 5 રાશિના લોકો માટે આ સંક્રાંતિ ફળદાયી સાબિત થશે. આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કહી છે ચાલો જાણીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે પણ ધન સંક્રાંતિ પ્રગતિ કરાવનાર અને લાભ આપનાર સાબિત થશે. વિદેશ યાત્રા થઈ શકે છે. ધાર્મિક કાર્ય લાભદાયક રહેશે. અભ્યાસમાં છાત્રોને સફળતા મળશે. કારકિર્દીમાં ગતિ આવશે અને નવા કામ કરવાની તક મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણ માટે સારો સમય. પ્રેમ સંબંધમાં મધુરતા વધશે. નવી જવાબદારીઓ મળી શકે છે.
સિંહ રાશિ
સૂર્યનું ધન રાશિમાં ગોચર આ રાશિના લોકોને નવી ઊર્જા અને નવા અવસર આપશે. કરિયરમાં લાંબા સમયથી જે કામ અટકેલા હતા તેમાં પ્રગતિ થશે. મનની દુવિધા ઓછી થશે. આત્મવિશ્વાસ મજબૂત થશે. વિદેશ સંબંધિત કાર્ય સફળ જશે. પરિવારમાં સન્માન વધશે. નવી યોજના કે રોકાણ માટે અનુકૂળ સમય. આ સમય દરમિયાન નેતૃત્વ ક્ષમતા વધશે.
કન્યા રાશિ
કન્યા રાશિ માટે પણ આ ગોચર આર્થિક સ્થિતિ સુધારનાર સાબિત થશે. પરિવાર સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે. મનને શાંતિ મળશે. ઘર સંબંધિત કામમાં પ્રગતિ આવશે. જુના વિવાદોનું સમાધાન પણ થઈ શકે છે. નોકરી કે વેપારમાં સ્થિરતા અનુભવાશે. આર્થિક લાભની તકો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આત્મવિશ્વાસ વધશે. આ સમયે કરેલા નિર્ણય આવનારા મહિનાઓમાં સ્થાયી લાભ આપી શકે છે.
ધન રાશિ
ધન રાશિમાં જ સૂર્યનો પ્રવેશ થવાનો છે તેથી આ રાશિ લોકોનું આત્મબળ અને તેજ વધશે. આ સમય નવા લક્ષ્ય અને નવી સફળતાઓ પ્રાપ્ત કરવાનો સાબિત થશે. જીવનમાં ઉત્સાહ વધશે. પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું. નોકરી બદલવા માટે કે પ્રમોશન થવાની પણ સંભાવના. આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પણ આ ગોચર પ્રતિષ્ઠા વધારનાર સાબિત થશે. લોકોનો તમારા પર વિશ્વાસ વધશે. નવા સંપર્કથી લાભ થશે. કોઈ મોટા પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે. આ સમયે ભાગ્યનો સાથ મળશે અને અટકેલું ધન પણ પરત આવી શકે છે. મિત્રો અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. મનોબળ વધશે. આ સંક્રાંતિ પર આવનારા અવસરો ભવિષ્ય માટે સકારાત્મક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














