નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો-નક્ષત્રોના દ્રષ્ટિકોણથી એપ્રિલ મહિનો ખાસ રહેવાનો છે. આ મહિનામાં કેટલાક ગ્રોહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત નક્ષત્રોનું પણ પરિવર્તન થવાનું છે. ગ્રહો-નક્ષત્રોના પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે. ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ જ્યાં કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યાં કેટલીક રાશિના જાતકોને આર્થિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ કે એપ્રિલમાં કયા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે અને કઈ રાશિઓને જબરદસ્ત લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલ 2022 માં ગ્રહોનું પરિવર્તન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 એપ્રિલમાં મંગળનું કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 એપ્રિલના બુધ, મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 12 એપ્રિલથી રાહુ-કેતુ ઉલ્ટી ચાલ ચાલશે. રાહુ મેષ રાશિમાં જ્યારે કેતુ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલના ગુરુ દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. 14 એપ્રિલના સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 27 એપ્રિલના બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાના અંતમાં 29 એપ્રિલના શનિ દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.


માત્ર 2 થી 5 હજાર રૂપિયામાં ફરી આવો રાજસ્થાન, આ 5 શહેરનું કરો બજેટ ટ્રાવેલ


આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો
મિથુન: એપ્રિલ મહિનો મિથુન રાશિ માટે ખુબ જ લાભકારી સાબિત થવાનો છે. આ રાશિમાં શનિની અઢી વર્ષની પનોતીનો પ્રભાવ રહેશે. જો કે શનિના રાશિ પરિવર્તનની સાથે આ રાશિના જાતકોને શનિની અઢી વર્ષની પનોતીમાંથી મુક્તી મળશે. જેના કારણે આ મહિનામાં અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. કોઈ નવા સમાચાર સાંભળવા મળી શકે ચે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. આ ઉપરાંત લગ્નમાં આવતી અડચણો પણ દૂર થશે.


કર્મચારીઓને 1 એપ્રિલથી દર વર્ષે 15 ની જગ્યાએ 30 દિવસની મળશે ગ્રેચ્યુઈટી? મંત્રીએ સંસદમાં આપી જાણકારી


કન્યા: એપ્રિલ મહિનો કન્યા રાશિથી સંબંધીત લોકો માટે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં પરિવર્તનનો ખાસ યોગ છે. સરકારી નોકરી કરતા લોકોનું સ્થાન પરિવર્તન થઈ શકે છે. ઓફિસમાં માન-સન્માાન મળશે. આવકનો નવો સ્ત્રોત વધશે. આ ઉપરાંત નોકરીમાં બઢતીનો પણ યોગ છે. ઘરમાં ખુશીનો માહોલ રહશે.


IPL 2022: દૂર થઈ ટીમ ઇન્ડિયાની ચિંતા, રોહિત શર્માને મળ્યો એમએસ ધોની જેવો ધાકડ ફિનિશર


મકર: આ સમયે મકર રાશિમાં શનિની હાજરી છે. 29 એપ્રિલના શનિ દેવ મકરથી નિકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી આર્થિક સ્થિતિ સુધરશે. સાથે જ આ મહિનામાં ભાગ્યનો પણ સાથ મળશે. નોકરીમાં નવી અને ફાયદાકારક તક મળશે. જો કે, ક્રોધ પર નિયંત્રણ રાખવો પડશે.


(Disclaimer: અહીં આપેલી જાણકારી સમાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube