Lucky Stone : મૂંગા રત્ન પહેરવાથી આ રાશિના લોકોનું ચમકશે કિસ્મત, જાણો ક્યારે અને કેવી રીતે પહેરવું ?

Lucky Stone : ઘણો લોકો વિવિધ પ્રકારના રત્નો પહેરતા હોય છે. મૂંગા રત્નને મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. મૂંગા રત્ન પહેરવાથી મંગળની અશુભ અસરથી બચી શકાય છે. મૂંગા રત્ન વ્યક્તિને માનસિક હતાશામાંથી પણ મુક્ત કરે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કઈ રાશિના લોકોને મૂંગા રત્ન પહેરવો ફાયદાકારક છે. 

Lucky Stone : મૂંગા રત્ન પહેરવાથી આ રાશિના લોકોનું ચમકશે કિસ્મત, જાણો ક્યારે અને કેવી રીતે પહેરવું ?

Lucky Stone : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ભૂમિનો પુત્ર અને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવ્યો છે. જ્યારે મંગળને રક્ત, ક્રોધ, જમીન, મિલકત અને મોટા ભાઈનો કારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મૂંગા રત્નને મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળની અશુભ અસરથી બચી શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે મૂંગા પહેરવાથી વ્યક્તિને ઘણી સફળતા મળે છે. મૂંગા રત્ન વ્યક્તિને માનસિક હતાશામાંથી પણ મુક્ત કરે છે. જો કોઈ વ્યક્તિ યોગ્ય વજન અને યોગ્ય રીતે મૂંગા પહેરે છે, તો આ રત્ન તેને ધનવાન બનાવી શકે છે. 

આ રાશિના લોકો મૂંગા રત્ન પહેરી શકે છે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિની રાશિ મેષ, વૃશ્ચિક અથવા જેની રાશિ સિંહ, ધન, મીન છે તે મૂંગા રત્ન ધારણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય અથવા સપનામાં ડર લાગે તો તે પોતાની કુંડળી બતાવ્યા પછી મૂંગા રત્ન ધારણ કરી શકે છે. આમ કરવાથી માંગલિક દોષ ઓછો થાય છે. તેમજ જે લોકોની કુંડળીમાં મંગળ ઉચ્ચ સ્થાને હોય છે તેઓ પણ મૂંગા રત્ન ધારણ કરી શકે છે.

મૂંગા રત્ન ધારણ કરવાથી થાય છે લાભ

જો તમે પ્રોપર્ટી ડીલિંગ સંબંધિત બિઝનેસ કરો છો તો તમે મૂંગા રત્ન પહેરી શકો છો. મૂંગા રત્ન પહેરવાથી વ્યક્તિમાં હિંમત આવે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને મૂંગા રત્ન પહેરવાથી ઘણો ફાયદો થાય છે.

પહેરવાની સાચી રીત 

મૂંગા રત્ન બજારમાંથી લગભગ સવા સાતથી સવા આઠની રતીનો ખરીદવો જોઈએ. કુંડળી જોઈને  મૂંગા રત્ન સોના, ચાંદી કે તાંબાની વીંટીમાં પહેરી શકાય છે. સૌ પ્રથમ  મૂંગા રત્નની વીંટીને કાચા દૂધ અને ગંગાજળથી ધોઈ લો. તેમજ મંગળવારના દિવસે સવારથી બપોર સુધી કોઈપણ સમયે તમારે તમારા જમણા હાથની રીંગ આંગળી પર  મૂંગા રત્ન ધારણ કરવા જોઈએ.

(ડિસ્કલેમર - અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news