)
Mangal Ast 2025: મંગળ ગ્રહ 12 નવેમ્બર 2025ના અસ્ત થશે. 12 નવેમ્બરની સાંજે 6 કલાક 57 મિનિટ પર મંગળ અસ્ત થશે અને 13 એપ્રિલની સવારે 5 કલાક 22 મિનિટ સુધી અસ્ત અવસ્થામાં રહેશે. કુલ 152 દિવસ એટલે કે 5 મહિના સુધી મંગળ અસ્ત રહેશે. મંગળનું અસ્ત થવું કેટલાક જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ રાશિઓના કરિયરમાં સમસ્યા આવી શકે છે, સાથે સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનને લઈને પણ તેણે સતર્ક રહેવું પડશે. મંગળ અસ્ત દરમિયાન મંગળ ગ્રહ સાથે જોડાયેલા ઉપાય કરવાથી પ્રતિકૂલતા ઓછી થઈ શકે છે.
મેષ રાશિ
મંગળ તમારી રાશિનો સ્વામી ગ્રહ છે, તેવામાં મગળનું અસ્ત થવું તમારા આત્મવિશ્વાસને ઝકઝોર કરી શકે છે. મંગળ અસ્ત દરમિયાન તમારી નેતૃત્વ કરવાની ક્ષમતા પ્રભાવિત થશે અને જૂનિયર તમારા કામને લઈને નાખુશ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આ રાશિના જાતકોએ પડકારનો સામનો કરવો પડી શકે છે. નાણાના મામલામાં સંબાળીને રહો, ઉતાવળમાં લેવાયેલો નિર્ણય આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. પારિવારિક જીવનમાં જેટલું સંતુલન રાખશો એટલું સારૂ રહેશે. ઉપાય તરીકે મેષ રાશિના જાતકોએ ગોળ, તાંબુ, લાલ કપડા વગેરેનું દાન કરવું જોઈએ. સાથે હનુમાનજીની પૂજાથી તમને લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
તમારી રાશિના સ્વામી પણ મંગળ છે, તેથી 12 નવેમ્બર બાદ તમારે જીવનના દરેક ક્ષેત્રમાં સંભાળીને ચાલવું પડશે. ખાસ કરી કાર્યક્ષેત્રમાં કોઈ કામને લઈને બેદરકારી ન દાખવો, બાકી તમને નુકસાન થઈ શકે છે. આ દરમિયાન લગ્ન જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારા ગુપ્ત શત્રુ સક્રિય થશે અને તમારૂ કામ બગાડવાનો પ્રયાસ કરશે, તેથી સાવચેતી રાખવી. કોઈપર વધુ વિશ્વાસ ન કરો. ઉપાય તરીકે તમારે હનુમાન ચાલીસાના પાઠ અને મંગળ ગ્રહના મંત્રનો જપ કરવો જોઈએ.
કુંભ રાશિ
મંગળના અસ્ત થવાથી તમે ઉર્જાની કમી અનુભવી શકો છો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર ખરાબ અસર જોવા મળશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમયમાં ભૂલથી તમારે તે વસ્તુનું સેવન ન કરવું જોઈએ, જે તમે સરળતાથી પચાવી શકતા નથી. કરિયરના ક્ષેત્રમાં કેટલાક નકારાત્મક ફેરફાર તમને માનસિક તણાવ આપી શકે છે. આ દરમિયાન ઓફિસમાં થનારી રાજનીતિથી દૂર રહેશો એટલો ફાયદો થશે. ઉપાય તરીકે તમારે મંગળ ગ્રહના મંત્રોનો જાપ કરવો જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.