)
Dashank Yog 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ ગ્રહ એક રાશિમાં અઢી મહિના સુધી રહે છે. આ રીતે એક રાશિમાં મંગળને ફરીથી આવતા 22 મહિનાનો સમય લાગે છે. હાલ મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરે છે. આજ સ્થિતિમાં મંગળ અલગ અલગ ગ્રહો સાથે યુતી કરે છે. જેમાં 11 સપ્ટેમ્બરથી મંગળ ગ્રહની બુધ ગ્રહ સાથે પાવરફુલ યુતી સર્જાઈ છે.
મંગળ ગ્રહ અને બુધ ગ્રહના સંયોગથી દશાંક યોગનું નિર્માણ થયું છે. હાલ બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરે છે. બુધ અને મંગળનો દશાંક યોગ કેટલીક રાશીના લોકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા સમય સુધી અટકેલા કામ પૂરા થશે. જીવનમાં ખુશીઓ આવી શકે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 11 સપ્ટેમ્બરે સવારે 8.52 મિનિટથી મંગળ અને બુધ એકબીજાથી 32 ડિગ્રી પર સ્થિત છે જેના કારણે દશાંક યોગ બન્યો છે. આ યોગ કઈ કઈ રાશિ માટે લકી સાબિત થવાનો છે ચાલો તે પણ જાણીએ.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે બુધ અને મંગળનો દશાંક યોગ લાભકારી સિદ્ધ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે અને સાથે જ ધન ધાન્યમાં વૃદ્ધિ થઈ શકે છે. જીવનના દરેક ક્ષેત્રમાં. આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. આત્મવિશ્વાસ વધશે જે સફળતા મેળવવામાં સહાયક બનશે. આ સમય દરમિયાન સંવાદ ક્ષમતા, વાણીની મધુરતા અને તાર્કિક બુદ્ધિ વધશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. આત્મવિશ્વાસ પણ વધશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ બુધ અને મંગળનો દશાંક યોગ લાભકારી સિદ્ધ થશે. આ રાશિના લોકોને અલગ અલગ ક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારના ક્ષેત્રમાં લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આવકમાં વધારો થશે. ભાઈ બહેનો સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ બુધ અને મંગળનો દશાંક યોગ લાભકારી રહેશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. તમારા દ્વારા કરેલી મહેનતનું ફળ મળશે. આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. જે કામ પૂરું કરવા મહેનત કરી રહ્યા હતા તેમાં હવે સફળતા મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)