)
Mangal Gochar 2025: 3 સપ્ટેમ્બર 2025 ના રોજ મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરતા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરનો પ્રભાવ 23 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. ચિત્રા નક્ષત્રનો સ્વામી ગ્રહ પણ મંગળ જ છે. પોતાના જ નક્ષત્રમાં મંગળના પ્રવેશથી કેટલીક રાશિના લોકોને કરિયર, નાણાકીય સ્થિતિ, સ્વાસ્થ્ય અને સંબંધોમાં લાભ પ્રાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, ઉર્જા અને કર્મનો પ્રતીક ગ્રહ કહેવાય છે. ચિત્રા નક્ષત્રમાં મંગળના પ્રવેશથી 6 રાશિના લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. આ 6 રાશિઓ કઈ છે અને તેમને આગામી સમયમાં કેવું ફળ મળશે ચાલો જાણીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ ગોચર અત્યંત લાભકારી છે. મંગળ આ રાશિનો સ્વામી ગ્રહ છે. 23 સપ્ટેમ્બર સુધીના સમયમાં કારકિર્દીમાં ઉન્નતિની તક પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રોજેક્ટ મળી શકે છે. નાણાકીય ક્ષેત્રે રોકાણ કે સંપત્તિથી લાભ. સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. શારીરિક અને માનસિક શક્તિ વધશે આ સમય લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકાય છે. નેતૃત્વ ક્ષમતા અને સાહસમાં વધારો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ આ ગોચર બૌદ્ધિક અને સંચાર સંબંધિત કાર્ય લાભનો છે. વેપારીઓ માટે શુભ સમય વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. શિક્ષા સંબંધિત ક્ષેત્રથી જોડાયેલા લોકોને લાભ પ્રાપ્ત થશે. નાણાકીય સ્થિરતા વધશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. સંબંધોમાં મધુરતા આવશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે શુભ સમય. સામાજિક નેટવર્ક વધારવા માટે અનુકૂળ સમય.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે મંગળનું ગોચર નેતૃત્વ અને રચનાત્મકતા વધારનાર રહેશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે અને નવી જવાબદારી મળી શકે છે. નાણાકીય લાભ વધવાની સંભાવના. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આત્મવિશ્વાસ વધશે. લવ લાઇફમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. સંબંધો ગાઢ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે આ ગોચર શુભ છે. આ રાશિના લોકો વ્યક્તિગત વિકાસ ઉપર ફોકસ કરી શકશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉપયોગ સમયે. નાણાકીય લાભ થવાની સંભાવના. સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક શાંતિ વધશે. કન્યા રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને મહેનત રંગ લાવશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળનું ગોચર કારકિર્દી અને નાણાકીય સકારાત્મક પરિવર્તન લાવનાર સિદ્ધ થશે. આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી આ ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોના સાહસ અને ઊર્જામાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. જુના પ્રોજેક્ટ આગળ વધી શકે છે. સંપત્તિ સંબંધિત મામલે સ્થિતિ લાભકારક. પારિવારિક જીવન સુખમય રહેશે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે આ ગોચર શિક્ષા અને કારકિર્દીની બાબતમાં લાભ કરાવનાર. ભાગ્યનો સાથ મળશે. કાર્યો સરળતાથી પૂર્ણ થશે. શિક્ષા સંબંધિત યાત્રા લાભકારી રહેશે. જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. ધન રાશિના લોકો આ સમયે પોતાની ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરી શકશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)