Astrology: 30 વર્ષ પછી બનશે શનિ, મંગળ અને કેતુનો ખતરનાક યોગ, 3 રાશિઓ માટે વર્ષનો સૌથી ખરાબ સમય શરુ થશે
Mangal Ketu Shani Ashubh Yuti 2025: 30 જૂન 2025 થી 28 જુલાઈ સુધીનો સમય 3 રાશિના લોકો માટે પડકાર સમાન રહેશે. કારણ કે આ સમય દરમિયાન મંગળ કેતુ અને શનિનો વિનાશકારી યોગ બની રહ્યો છે. આ 3 રાશિઓ કઈ છે અને તેમણે કઈ વાતોનું ધ્યાન રાખવું ચાલો જાણીએ.
Trending Photos
Mangal Ketu Shani Ashubh Yuti 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે ગોચર કરીને શુભ તેમજ અશુભ યોગ બનાવતા હોય છે. આ યોગની અસર લોકોના જીવનની સાથે દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. હાલ મંગળ અને કેતુ ગ્રહની યુતી સિંહ રાશિમાં છે, તો મીન રાશિમાં શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ ચાલી રહ્યો છે. મંગળ અને કેતુની યુતિથી કુજકેતુ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ બંને યોગ ખતરનાક માનવામાં આવે છે.
ષડાષ્ટક યોગ અને કુજકેતુ યોગ વિનાશકારી ગણાય છે. આ યોગ 28 જુલાઈ 2025 સુધી રહેવાનો છે. તેવામાં કેટલીક રાશિના લોકોને મુશ્કેલીઓ વધી શકે છે. આ રાશિના લોકો માટે 28 જુલાઈ સુધીનો સમય સંભાળીને રહેવાનો છે. કારણ કે આ સમયે બેદરકારી રાખવાથી ધંધાની તેમજ સ્વાસ્થ્ય બગાડવાના યોગ બની રહ્યા છે. આ સમયે નાણાકીય વ્યવહાર કરવાથી ધન અટકી પણ શકે છે. તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોએ ખતરનાક યોગના સમય દરમિયાન સંભાળીને રહેવું.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે મંગળ, કેતુ અને શનિનો યોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન આર્થિક વ્યવહારો કરવામાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે આ સમય પડકારજનક રહેશે. રોકાણની બાબતમાં નિર્ણય લેવો જોખમી સાબિત થઈ શકે છે.
સિંહ રાશિ
શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ અને મંગળ અને કેતુનો કુજકેતુ યોગ સિંહ રાશિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મંગળ અને કેતુની યુતી લગ્ન ભાવમાં છે અને શનિ આઠમાં ભાવમાં બિરાજમાન છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈને ખાસ સતર્ક રહેવું. આ સમય દરમિયાન પરિવાર અને કરિયરને લઈને મનમાં ચિંતા રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ શનિ, મંગળ અને કેતુનો યોગ પ્રતિકૂળ સિદ્ધ થઈ શકે છે. મંગળ અને કેતુની યુતી બારમાં ભાવમાં બનવા જઈ રહી છે અને શનિ સાતમા ભાવમાં બિરાજમાન છે તેથી આ સમય દરમિયાન ખર્ચામાં વૃદ્ધિ થઈ શકે છે. ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે. કોઈ વાતને લઈને મનમાં ચિંતા ઊભી થઈ શકે છે. કોર્ટ કચેરી સંબંધિત મામલે નિરાશા હાથ લાગશે. 28 જુલાઈ સુધીનો સમય શાંતિપૂર્વક પસાર કરવાનો પ્રયત્ન કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે