શુક્ર અને મંગળનો દુર્લભ સંયોગ આ રાશિઓનું ચમકાવશે ભાગ્ય, ધન-સંપત્તિમાં થશે ધરખમ વધારો!

Mangal Shukra Yuti 2025: વૃશ્ચિક રાશિમાં મંગળ અને શુક્રની યુતિ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને વર્ષના અંતમાં વિશેષ લાભ મળી શકે છે.

શુક્ર અને મંગળનો દુર્લભ સંયોગ આ રાશિઓનું ચમકાવશે ભાગ્ય, ધન-સંપત્તિમાં થશે ધરખમ વધારો!

Mangal Shukra Yuti 2025: વૈદિક જ્યોતિષમાં શુક્રને ભૌતિક સુખ, વૈભવ, ઐશ્વર્ય અને સંપત્તિનો કારક માનવામાં આવે છે, જ્યારે મંગળ ગ્રહને સંપત્તિ, ક્રોધ, રક્ત, હિંમત, પરાક્રમ અને બહાદુરીનો કારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ બન્ને ગ્રહોનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગ નવેમ્બરમાં બનશે. કારણ કે નવેમ્બરમાં મંગળ પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે, જ્યાં તે તેના મિત્ર શુક્ર સાથે યુતિ બનાવશે. જેનાથી કેટલીક રાશિઓના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે જ ધન-સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે અને મન ખુશ રહેશે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર અને મંગળની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવમાં બનશે. તેથી આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. સાથે જ જીવનસાથી સાથેના તમારા સંબંધો સુખદ રહેશે. તમારા જીવનસાથી પણ પ્રગતિ કરી શકે છે. અપરિણીત વ્યક્તિઓને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ સમય દરમિયાન તમારી યોજના બનાવવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે, જેનાથી તમે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સાચો માર્ગ પસંદ કરી શકશો. તમને અચાનક નાણાકીય લાભ થશે. લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય અવરોધો હવે દૂર થશે. તમે નવું ઘર અથવા મિલકત ખરીદવાનું તમારું સપનું પૂર્ણ કરશો.

Add Zee News as a Preferred Source

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે મંગળ અને શુક્રની યુતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ યુતિ તમારી રાશિના આવક અને લાભ ભાવમાં બનાવા જઈ રહી છે. તેથી આ સમય દરમિયાન તમારી આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તમારી કમાણી વધશે અને આવકના નવા સ્ત્રોત બનશે. બિઝનેસમાં મોટી ડીલ થવાથી ખૂબ જ નફો આપશે. રોકાણોથી લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ અને પ્રમોશનની તકો મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનની પ્રશંસા થશે. તમને શેરબજાર, સટ્ટા અને લોટરીમાં પણ નફો મળી શકે છે.

મેષ રાશિ
મંગળ અને શુક્રની યુતિ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ યુતિ તમારી રાશિમાં ભાગ્યના ભાવમાં બનશે. તેથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમે દેશ-વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો. પરિવારમાં સુખ અને સંવાદિતા વધશે. ઘરમાં શુભ પ્રસંગો યોજાઈ શકે છે. પ્રિયજનો સાથેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે. સાથે જ નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news