)
Mangalwar Ke Upay: મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનને સમર્પિત છે. આ દિવસ મંગળ ગ્રહ સંબંધિત પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય અથવા મંગળ ગ્રહ નબળો હોય તેમને અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓને દુર કરવા માટે મંગળવારે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ ઉપાયો કરવોથી કરજ મુક્તિના આશીર્વાદ પણ મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ મંગળવારના પ્રભાવી ઉપાયો વિશે.
મંગળ દોષ દુર કરવાના ઉપાય
હનુમાન ચાલીસાનો પાઠ
મંગળવારની સાંજે હનુમાનજીની વિધિ અનુસાર પૂજા કરી અને ભોગમાં બુંદી અને પાન અર્પિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરો અને રામભક્ત હનુમાનને લાલ ફૂલ અર્પણ કરો. સાથે જ હનુમાનજીને પ્રાર્થના કરો તો મંગળ દોષનો અશુભ પ્રભાવ દુર થાય.
મંત્ર જાપ
મંગળવારના દિવસે મંદિરમાં હનુમાનજીની સામે 108 વખત આ મંત્રનો જાપ કરો. મંગળવારનો મંત્ર છે ॐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભૌમાય નમ:.આ સાથે જ લાલ વસ્ત્ર, મસૂરની દાળ અને ગોળનું દાન કરવું. મંગળવારે આહારમાં મીઠું લેવું નહીં. આ ઉપાયથી મંગળ દોષનો અશુભ પ્રભાવ દુર થાય છે.
કરજ મુક્તિના ઉપાય
- મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં સિંદૂર અર્પણ કરો. તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે.
- ઋણમોચક મંગલ સ્તોત્રનો પાઠ મંગળવારે કરવામાં આવે તો કરજમુક્તિના રસ્તા ખુલે છે. અને ધન કમાવાની તકો પ્રાપ્ત થઈ શકે છે.
- મંગળવારે પીપળાના 11 પાન લઈ તેના પર ચંદનથી શ્રીરામ લખી હનુમાનજીને ચઢાવી દેવા. તેનાથી કરજમુક્તિ મળી શકે છે.
- મંગળવારે એક નાળિયેર લઈ તેને માથા પરથી 7 વખત ઉતારી હનુમાન મંદિરમાં રાખવું. તેનાથી ભારેમાં ભારે કરજ ઉતરવાના રસ્તા ખુલવા લાગે છે.
- હનુમાનજીની સામે બેસી 100 વખત હનુમાન ચાલીચા શ્રદ્ધા પૂર્વક મંગળવારે વાંચવી તેનાથી હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)