Budh Vakri: આવતીકાલથી મીન રાશિમાં બુધ થશે વક્રી, 3 જાતકોની વધી શકે છે મુશ્કેલી
Budh Vakri: બુધ ગ્રહ 15 માર્ચે બપોરે મીન રાશિમાં વક્રી થશે. બુધની વક્રી ચાલ કેટલાક જાતકોના જીવનમાં મુશ્કેલી લાવી શકે છે.
Trending Photos
Budh Vakri: બુધ ગ્રહ 15 માર્ચથી મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે. બુદ્ધિ, કારોબાર અને વાણીના દેવતા બુધનું વક્રી થવું દરેક જાતકોને અસર કરશે. 15 માર્ચે બપોરે 12 કલાક 16 મિનિટથી બુધ મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે. બુધની આ ચાલ કેટલાક જાતકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ....
મેષ રાશિ
બુધ તમારા બારમાં સ્થાન પર વક્રી થશે. કુંડળીમાં 12માં સ્થાનનો હાનિ ભાવ કહેવામાં આવે છે. આ વક્રી બુધની અસરને કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બચાવેલા પૈસા ખર્ચ કરવાથી આ દરમિયાન બચો બાકી ભવિષ્યમાં મુશ્કેલ સ્થિતિમાં ફસાઇ શકો છો. અંતે વક્રી બુધના અશુભ ફળથી બચવા માટે તમારે તમારા ગળામાં એક પીળા કલરનો દોરો પહેરવો જોઈએ.
કન્યા રાશિ
બુધ તમારા સાતમાં સ્થાન પર વક્રી થશે. કુંડળીમાં સાતમાં સ્થાનનો સંબંધ આપણા જીવનસાથી સાથે છે. વક્રી બુધના આ પ્રભાવથી જીવનસાથી સાથે તમારે વિવાદ થઈ શકે છે. તમારે સંભાળી રહેવાની જરૂર છે. સાથે તમારે જીવનસાથીનું ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન પૈસાની લેતીદેતીથી બચો. વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ થઈ શકે છે. વક્રી બુધના અશુભ ફળથી બચવા માટે માટીના વાસણમાં પલાળેલા મગનું દાન મંદિરમાં કરવું જોઈએ.
ધન રાશિ
બુધ તમારા ચોથા સ્થાન પર વક્રી થશે. કુંડળીમાં ચોથા સ્થાનનો સંબંધ આપણા ભવન, જમીન, વાહન તથા માતાથી છે. વક્રી બુધને કારણે તમારે જમીન-ઘર કે વાહનનો લાભ મેળવવા વધુ મહેનત કરવી પડશે. તમને મહેનતનું ફળ મળશે. આ દરમિયાન તમને માતાનો સહયોગ મળશે. કામકાજમાં ધૈર્યની જરૂર છે. આ દરમિયાન સ્વાસ્થ્ય ખરાબ કે ધનહાનિ થઈ શકે છે. અશુભ ફળથી બચવા માટે કેસરનું તિલક તમારા માથા પર કરવું જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે