Mercury Transit 2025: મેષ સહિત 3 રાશિઓ માટે શુભ છે બુધ ગ્રહનું કર્ક રાશિમાં ગોચર, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

Mercury Transit in Cancer 2025: ગ્રહોના રાજકુમાર બુધ 22 જૂન 2025 ના રોજ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રની રાશિ કર્કમાં બુધનો પ્રવેશ મેષ સહિત 3 રાશિના લોકો માટે નોકરી અને બિઝનેસની દ્રષ્ટિએ શુભ છે. 
 

Mercury Transit 2025: મેષ સહિત 3 રાશિઓ માટે શુભ છે બુધ ગ્રહનું કર્ક રાશિમાં ગોચર, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

Mercury Transit in Cancer 2025: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ દર 15 દિવસે રાશિ પરિવર્તન કરે છે. હાલ બુધ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરે છે પરંતુ 22 જૂન થી બુધ કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્રની રાશિ કર્કમાં બુધના પ્રવેશથી કેટલીક રાશિના લોકોને લાભ મળવાની શરૂઆત થશે. જોકે આ રાશિઓના લોકોએ પોતાની લાગણીઓને લઈને સતર્ક રહેવું પડશે કારણ કે આ સમય દરમિયાન ઉતાવળમાં નિર્ણય લેવાથી ભારે નુકસાન પણ થઈ શકે છે. પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો આ રાશિના લોકોને બુધ ગોચર બમ્પર લાભ કરાવી શકે છે. 

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ 22 જૂન અને રવિવારે રાત્રે 9:30 મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછીનો સમય કઈ ત્રણ રાશિ માટે લાભકારી છે ચાલો જાણીએ. 

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના ચોથા ભાવમાં બુધ પ્રવેશ કરશે તેથી આ રાશિના લોકોને સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો દેખાશે. માતા પિતા સાથે સંબંધ પણ સુધરી શકે છે. નોકરી કરતા લોકોને લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. રીયલ સ્ટેટ, પ્રોપર્ટી સંબંધિત કામમાં સફળતા મળશે. ઘર પરિવારના મામલે સફળતા મળશે. જીવનમાં ખુશીઓ આવશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિના લગ્ન અને કરિયર ભાવમાં બુધ ગોચર કરશે. આ રાશિના લોકોને અનેક ક્ષેત્રથી લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. વેપારમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. સમાજમાં ઓળખ ઊભી કરવામાં સફળતા મળશે. રીયલ એસ્ટેટ, પ્રોપર્ટી સંબંધિત કામ કરતા લોકોને લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોનું માન-સન્માન વધશે. કરેલા કામના વખાણ થશે. જે કામને લઈને ચિંતા ચાલી રહી હતી તેનાથી મુક્તિ મળશે. 

ધન રાશિ

બુધ આ રાશિની કુંડળીના સાતમા અને દસમા ભાવનો સ્વામી થઈને આઠમા ભાગમાં ગોચર કરશે. આઠમા ભાવમાં બુધનું ગોચર મુશ્કેલી વધારે છે. પરંતુ ધન રાશિના લોકોને અનુકૂળ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ ફરીથી પૂરા થઈ શકે છે. કરેલી મહેનતનું સારું ફળ મળશે. પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. સમાજમાં અલગ ઓળખ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકાશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. બાકી સમય સારો રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news