Budh Gochar 2025: હવે શુક્રની રાશિમાં બુધ પ્રવેશ કરશે, 5 રાશિઓના લોકો ભોગવશે જાહોજલાલી, 23 મે પછીના દિવસો આ લોકો માટે શાનદાર હશે

Budh Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ આ સપ્તાહમાં 2 વખત પોતાની ચાલ બદલશે. બુધ પોતાનું નક્ષત્ર અને રાશિ બંને બદલશે જેના કારણે 12 રાશિઓ પર પણ તેનો પ્રભાવ જોવા મળશે. તો ચાલો જાણીએ બુધનું ડબલ ગોચર કઈ રાશિઓ માટે શુભ છે.
 

Budh Gochar 2025: હવે શુક્રની રાશિમાં બુધ પ્રવેશ કરશે, 5 રાશિઓના લોકો ભોગવશે જાહોજલાલી, 23 મે પછીના દિવસો આ લોકો માટે શાનદાર હશે

Budh Gochar 2025: બુધ ગ્રહ બુદ્ધિ, સંચાર અને બિઝનેસનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગ્રહોમાં તેને રાજકુમારની પદવી આપવામાં આવી છે. બુધ ગ્રહ આ સપ્તાહમાં રાશિ અને નક્ષત્ર બંને બદલશે. એક જ સપ્તાહમાં બે વખત બુધ પોતાની ચાલ બદલશે જેના કારણે મેષથી લઈને મીન સુધીની રાશિઓને આ ગોચરની અસર થશે. બુધ ગ્રહ 21 મે 2025 ના રોજ સૂર્યના નક્ષત્ર કૃતિકામાં પ્રવેશ કરશે. ત્યાર પછી 23 મે 2025 ના રોજ સૂર્ યગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહ પહેલા નક્ષત્ર બદલશે અને પછી રાશિ બદલશે જેના કારણે બાર રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. 

વૃષભ રાશિમાં બુધનો પ્રવેશ જીવનમાં શાંતિ અને સ્થિરતાનો નવો સમય શરૂ કરશે. કેટલીક રાશિઓ માટે દરેક કાર્ય સરળ થઈ જશે. જે લોકો ક્રિએટિવ ફીલ્ડ સાથે જોડાયેલા છે તેમના માટે 23 મે પછીનો સમય શાનદાર રહેશે. ચાલો તમને જણાવીએ કઈ રાશિના લોકો પર બુધની કૃપા થવાની છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધનું ગોચર શુભ રહેવાનું છે. બુધ ગ્રહ આ રાશિમાં જ પ્રવેશ કરશે જેથી આત્મવિશ્વાસ વધશે અને પ્રોફેશનલ લાઇફમાં સ્થિરતા આવશે. રોકાણ માટે આ સમય શુભ છે વેપારમાં પણ લાભ થઈ શકે છે. સંબંધોમાં મીઠાશ વધશે. 

મિથુન રાશિ 

મિથુન રાશિના લોકો માટે પણ બુધનું ગોચર રહેવાનું છે. બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી છે. તેથી આ સમયે પ્રોફેશનલ લાઇફમાં નવી ઊંચાઈઓ અપાવશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થાય તેવી સંભાવના. મહત્વના પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સારો રહેશે. અભ્યાસ પર ફોકસ કરી શકાશે.આ સમયે એ કરેલી મહેનતનું ફળ લાંબા સમય સુધી મળતું રહેશે. 

કન્યા રાશિ 

કન્યા રાશિ માટે પણ બુધનો ગોચર ખાસ રહેવાનું છે. કન્યા રાશિના લોકોને પ્રોફેશનલ લાઇફમાં નવી સંભાવનાઓ જોવા મળશે. નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. નવો વેપાર શરૂ કરવાનું પ્લાનિંગ કરતા લોકો માટે અનુકૂળ સમય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ફોકસ વધારી શકશે. 

તુલા રાશિ 

તુલા રાશિના લોકો માટે પણ બુધનું ગોચર શુભ છે. પ્રોફેશનલ લાઇફમાં ગ્રોથ મળશે. નવી જવાબદારીઓ મળી શકે છે. બિઝનેસમાં નવી ડીલ અને રોકાણથી લાભ થશે. ધન સંબંધિત નિર્ણય સફળ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે. સંબંધોમાં ખુશીઓ વધશે 

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે બુધનું ગોચર અત્યંત શુભ છે. પ્રોફેશનલ લાઇફમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. બિઝનેસમાં નવી ડીલ અથવા તો ઇન્વેસ્ટમેન્ટથી લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધશે. સોશિયલ લાઇફમાં કમ્યુનિકેશન સ્કીલ લોકોને પ્રભાવિત કરશે. અવિવાહિક લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમય દરમિયાન જેટલી મહેનત કરશો એટલું બધું ફાયદો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news