Vastu Tips: પર્સમાં પૈસા આ રીતે ગોઠવીને રાખો, ચુંબકની જેમ આકર્ષિત થશે વધુને વધુ ધન
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ધન આકર્ષિત કરવાનો અચૂક ઉપાય જણાવેલો છે. જે ચમત્કારી ફળ આપે છે. સાથે જ પર્સ, વોલેટમાં ધન રાખવાના નિયમ પણ જણાવેલા છે. જેનું પાલન કરવામાં આવે તો લક્ષ્મીજી આકર્ષિત થાય છે.
Trending Photos
)
Vastu Tips: ધન સંપત્તિ વધે તેવી ઈચ્છા બધાની હોય છે જેથી તે પોતાના પરિવાર સાથે સુખ-સુવિધાથી પરિપૂર્ણ જીવન જીવી શકે. પરંતુ તેના માટે જરૂરી છે એ વાતોનું ધ્યાન રાખવું જે જીવનમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને ધન આકર્ષિત કરતી હોય. વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક રીતો જણાવવામાં આવી છે જેને અપનાવવામાં આવે તો ધનનો પ્રવાહ વધારવામાં મદદ મળે છે.
આજે તમને જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં પૈસા કેવી રીતે રાખવા જોઈએ. માન્યતા છે કે વાસ્તુ ટિપ્સ અનુસાર પોતાના પર્સમાં પૈસા ગોઠવીને રાખવામાં આવે તો પર્સ ક્યારેય ખાલી રહેતું નથી અને નોટથી ભરાયેલું રહે છે. આ નિયમનું પાલન કરે તેનું પર્સ પૈસાથી હંમેશા ભરેલું રહે છે અને કારણ વિનાનો ખર્ચ પણ થતો નથી.
પર્સમાં પૈસા રાખવાનો નિયમ
- પર્સમાં પૈસા હંમેશા સારી રીતે ગોઠવીને રાખવા જોઈએ. કોઈ નોટ સીધી હોય, કોઈ નોટ વાળીને મૂકી હોય અથવા તો અવ્યવસ્થિત મૂકી હોય તો તેને એક સરખી વ્યવસ્થિત ગોઠવીને રાખો.
- પર્સ પણ હંમેશા સારી સ્થિતિમાં હોવું જોઈએ જૂનું અને ફાટેલું પર્સ અથવા તો રંગ ઊડી ગયું હોય તેવું પર્સ વાપરવું નહીં.
- પર્સ અથવા વોલેટમાં નોટ અને સિક્કા અલગ અલગ રાખવા જોઈએ. એક જ જગ્યાએ નોટ અને સિક્કા રાખવાથી બચવું.
- પર્સમાં ક્યારેય નકામી અને ફાલતુ વસ્તુઓ રાખવી નહીં જેમકે બિલ, બેકારના કાગળ, વિઝીટીંગ કાર્ડ વગેરે. ખાસ કરીને અન્ય વ્યક્તિના વીઝીટીંગ કાર્ડ પોતાના પર્સમાં રાખવા નહીં. કાર્ડ રાખવા માટે અલગ વ્યવસ્થા રાખવી.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં પીળા કાગળ પર લાલ સ્યાહીથી ઓમ અથવા સ્વસ્તિક બનાવીને રાખવું જોઈએ. જ્યારે એક કાગળ ખરાબ થઈ જાય તો તેને પાણીમાં પ્રવાહીત કરી નવો કાગળ રાખી લેવો.
- પર્સમાં પરિવારનો ફોટો રાખ્યો હોય તો એ પણ ધ્યાન રાખવું કે ફોટો જૂનો કે તુટેલો ન હોય ફોટો હંમેશા સારો હોય તેવો રાખવો..
- લક્ષ્મી પૂજામાં જે ચોખા અર્પણ કરવામાં આવ્યા હોય તેના કેટલાક દાણા પણ પર્સમાં રાખી શકાય છે. માન્યતા છે કે તેનાથી ધનની ખામી સર્જાતી નથી.
- વાસ્તુ અનુસાર પર્સમાં સોના કે ચાંદીનો ચોરસ ટુકડો રાખવાથી પણ સ્થાયી ધન વધે છે. દર ગુરુવારે આ ટુકડાને ગંગાજળથી સાફ કરી ફરીથી પર્સમાં રાખવો.
- સૌથી મહત્વનું છે કે પર્સમાં કોઈ ધારદાર વસ્તુ રાખવી નહીં. શક્ય હોય ત્યાં સુધી પર્સમાં નોટ અથવા સિક્કા જ રાખવા વધારાની વસ્તુઓ પર્સમાં રાખી મૂકવી નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














