Astrology: રસ્તા પર અચાનક નોળિયો દેખાય તો શુભ કે અશુભ ? જાણો નોળિયા સંબંધિત શુકન અપશુકન વિશે
Shakun Apshakun: રસ્તા પર અચાનક નોળિયાનું દેખાવું શુભ-અશુભ સંકેત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય નોળિયો દેખાય તે શુભ અને ક્યારે અશુભ ગણાય છે આજે તમને જણાવીએ.
Trending Photos
Shakun Apshakun: જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક જીવ સંબંધિત શુભ અશુભ સંકેતો વિશે જણાવેલું છે. કેટલાક જીવોનું દેખાવું, રસ્તો કાપવું શુભ અશુભ સંકેત કરે છે. જેમાં સામાન્ય રીતે લોકો બિલાડી વિશે જ જાણે છે. બિલાડી રસ્તો કાપે તો તેનાથી શુભ-અશુભ સંકેત મળે છે. તેવી જ રીતે નોળિયો પણ રસ્તામાં આડો ઉતરે તો શુકન-અપશુકનના સંકેત આપે છે.
ઘણીવાર તમે કોઈ જગ્યાએથી પસાર થતા હોય ત્યારે અચાનક રસ્તામાં નોળિયો પસાર થતો જોવા મળે છે. નોળિયાનું રસ્તા પર દેખાવું શુકન અને અપશુકનના સંકેત કરે છે. આજે તમને નોળિયા સંબંધિત શુભ અશુભ સંકેત વિશે જણાવીએ.
નોળિયો દેખાય તે શુભ કે અશુભ ?
નોળિયો તેજ, ચાલાક અને સતર્ક પ્રાણી છે. આ પ્રાણી ઝાડી-ઝાંખરામાં રહે છે. પરંતુ ઘણીવાર તે રસ્તા પર જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નોળિયાનું નીકળવું વિશેષ સંકેત તરીકે જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને જીવનમાં મહત્વપૂર્ણ સંદેશનો ઈશારો ગણવામાં આવે છે.
નોળિયાના શુભ-અશુભ સંકેત
જો કોઈ કામ કરવા નીકળા હોય અને નોળિયો રસ્તો કાપે તો જીવનમાં નવો વળાંક આવવાનો સંકેત ગણાય છે. નવી નોકરી, નવી તક કે નવી શરુઆતનો સંકેત ગણવામાં આવે છે. નોળિયો દર્શાવે છે કે તમારા જીવનમાં નવી શરુઆત થઈ શકે છે.
સફળતાનો સંકેત
જો કોઈ કામ પર તમે લાંબા સમયથી મહેનત કરતા હોય અને તેવામાં નોળિયો દેખાય તો સમજવું કે મહેનત હવે રંગ લાવવાની છે. અટકેલું ધન, પ્રમોશન, વેપારમાં લાભ જેવા શુભ ફળ મળી શકે છે.
આર્થિક લાભ
રસ્તા પર જતા હોય અને નોળિયો રસ્તા પર આડો ઉતરે તો ધન પ્રાપ્તિનો સંકેત ગણાય છે. નવી આર્થિક તક મળી શકે છે. જો મહત્વના કામે નીકળા હોય ત્યારે નોળિયો આડો ઉતરે તો તેને શુભ માનવામાં આવે છે.
નોળિયાના અશુભ સંકેત
જો કે હંમેશા નોળિયાનું દેખાવું શુભ જ છે તેવું નથી. જો નોળિયો જમણી તરફથી ડાબી તરફ જાય છે તો તેને સાવધાનીનો સંકેત ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સંકેત છે કે સ્થિતિ તમારા માટે પ્રતિકૂળ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે