)
Good Luck Tips: વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં સુખ, સૌભાગ્ય, સંપત્તિ પ્રાપ્ત કરવાના સરળ ઉપાયો જણાવેલા છે. આ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ ખૂબ ધન પ્રાપ્ત કરી શકે છે. આવા લોકો સકારાત્મક ઉર્જાથી છલોછલ હોય છે. નકારાત્મકતા, ગરીબી તેમની આસપાસ પણ ફરતાં નથી. જો કે આ કામ એટલા સરળ છે કે લોકોને લાગે કે તેને કરવાથી ફાયદો કેવી રીતે થાય ? પરંતુ તમે એકવાર આ કામ કરવાની શરુઆત કરી જુઓ પછી તમને તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે. તો ચાલો જાણીએ સવારે જાગીને શું કરવું જોઈએ?
ધન-સમૃદ્ધિ અને ગુડ લક આપતાં સરળ કાર્યો
બ્રહ્મ મુહૂર્ત
શાસ્ત્રો અને આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ. તેનાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
હથેળીઓના દર્શન
સવારે જાગો એટલે પથારીમાં જ પલાઠી વાળી બેસવું અને બંને હાથની હથેળી જોડી અને દર્શન કરવા. હથેળીના દર્શન કરી કરાગ્રે વરસે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તું ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ્ આ મંત્ર બોલવો. આ કામ કરીને દિવસની શરુઆત કરવાથી દિવસ સારો પસાર થાય છે.
સૂર્યને જળ
ત્યારબાદ સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી તાંબાના લોટમાં જળ ભરો. તેમાં લાલ ફુલ, કંકુ અને ગોળ પધરાવો. આ જળથી સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્ય દેવાય નમ: મંત્ર 11 વખત બોલો. આ કામ કરવાથી કરિયરમાં સફળતા મળશે અને આત્મવિશ્વાસ વધશે. કાર્યોમાં કોઈ બાધા નહીં આવે.
મુખ્ય દ્વાર પર સ્વસ્તિક
ઘરના મુખ્ય દ્વારને પાણીથી સાફ કરી તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા નથી આવતી અને માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં વાસ કરે છે.
ગાયને રોટલી
રોજ ઘરમાં જે રસોઈ બને તેમાં બનતી રોટલીમાંથી સૌથી પહેલી રોટલી ગાયને ખવડાવો. આમ કરવાથી બધા જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ કામ રોજ કરવાથી સુતું ભાગ્ય જાગી જાય છે અને ઘરમાં ધન, ધાન્ય છલોછલ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)