)
Most Powerful Shani Mantra: શનિદેવને ક્રૂર ગ્રહ તરીકે જોવામાં આવે છે. શનિદેવની ક્રૂર દ્રષ્ટિ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પરેશાનીઓ વધારે છે. શનિની દશા દરમિયાન વ્યક્તિને વધારે સંઘર્ષ કરવો પડે છે. તેથી લોકો શનિદેવને ક્રૂર માને છે. પરંતુ શનિદેવ વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. શનિની દશા દરમિયાન જે પણ સમસ્યા કે દુ:ખ ભોગવવા મળે છે તે વ્યક્તિના જ કર્મોનું ફળ હોય છે. શનિની દશા દરમ્યાન જીવનમાં આવેલા દુઃખ અને સમસ્યાથી બચવું હોય તો શનિદેવને પ્રસન્ન કરવા જરૂરી છે.
શનિ દશા દરમિયાન જો તમને એવું લાગે કે સમસ્યાઓ વધી રહી છે અને મહેનતનું ફળ નથી મળી રહ્યું તો શનિવારે શનિદેવની વિધિવત પૂજા કરીને નીચે જણાવેલા મંત્રોનો શ્રદ્ધાપૂર્વક જાપ કરો. અહીં તેમને શનિદેવના કેટલાક ચમત્કારી મંત્રો વિશે જણાવીએ. આ મંત્રમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ દર શનિવારે કરી શકો છો. આ મંત્રો શક્તિશાળી છે અને તેનો જાપ કરવાથી શનિદેવ અતિ પ્રસન્ન થાય છે. દર શનિવારે આ કામ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓથી રાહત મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ શનિદેવના શક્તિશાળી મંત્રો કર્યા છે.
શની બીજ મંત્ર - ॐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્વરાય નમ:
શનિનો વૈદિક મંત્ર - ॐ શન્નોદેવીર ભિષ્ટયડઆપો ભવન્તુ પીતયે શંય્યોરભિસ્ત્રવન્તુન:
શની ગાયત્રી મંત્ર - ॐ ભગભવાય વિદ્મહૈ મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિ: પ્રચોદ્યાત્
શનિ મંત્ર - ॐ શં શનૈશ્ચરાય નમ:
શનિ મહામંત્ર - ॐ નિલાન્જન સમાભાસં રવિપુત્રં સમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ
શનિ દોષ નિવારણ મંત્ર
ॐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુક મિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મા મૃતાત
ॐ શન્નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે
શંયોરભિશ્રવન્તુ ન: ॐ શં શનૈશ્ચરાય નમ:
મંત્ર જાપ કરવાની વિધિ
શનિવારે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. જો તમે કાળા કે બ્લુ રંગના કપડા પહેરો તો વધારે શુભ રહે છે. ત્યાર પછી શનિ મંદિરમાં જવું અને શનિદેવને સરસવનું તેલ ચડાવી દીવો કરવો. ત્યાર પછી આસન પાછી શનિદેવની સામે બેસવું અને વિધિપૂર્વક તેમની પૂજા કરી શાંત મનથી કોઈપણ એક શનિ મંત્રનો 108 વખત જાપ કરો. દર શનિવારે આ રીતે શનિ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સુખ, સંપત્તિનું આગમન થાય છે અને મહેનતનું ફળ મળવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)