Predictions: પાકિસ્તાનને બરબાદ કરશે આ 3 ગ્રહ, કુંડળીનો વિનાશકારી યોગ કરે છે ખતરનાક સંકેત

Pakistan kundli: ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે ત્યારે યુદ્ધને લઈને ભવિષ્યવાણીઓ પણ થઈ રહી છે. પાકિસ્તાનની કુંડળી પણ ભયંકર સ્થિતિનો સંકેત કરે છે. પાકિસ્તાન પર 3 ગ્રહ ભારે પડશે તેવા યોગ સર્જાય છે.
 

Predictions: પાકિસ્તાનને બરબાદ કરશે આ 3 ગ્રહ, કુંડળીનો વિનાશકારી યોગ કરે છે ખતરનાક સંકેત

Pakistan kundli: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. તેમ છતાં પાકિસ્તાન પોતાની નાપાસ હરકતોથી પોતાના માટે જ ખરાબ પરિસ્થિતિને આમંત્રણ આપી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને પણ વિવિધ ભવિષ્યવાણી થઈ રહી છે તેવામાં લોકો પણ જાણવા માંગે છે કે હવે શું થશે. પાકિસ્તાનના હાલ આવનારા સમયમાં કેવા થશે તેનો અંદાજ તેની કુંડળી પરથી લગાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ અને નક્ષત્રની ચાલ લોકોને જ નહીં પરંતુ દેશ અને દુનિયાની સ્થિતિને પણ અસર કરતા હોય છે. હાલમાં ગ્રહ, નક્ષત્રની સ્થિતિ પાકિસ્તાન માટે શું ભવિષ્યવાણી કરે છે ચાલો તમને જણાવીએ. 

Add Zee News as a Preferred Source

મારક ગ્રહ શુક્ર 

પાકિસ્તાનની કુંડળી મેષ લગ્નની છે અને વર્તમાન સમયમાં શુક્ર ગ્રહ માર્કેશની ભૂમિકામાં છે. હાલ શુક્રની મહાદશા ચાલી રહી છે જેના પ્રભાવને લઈને પાકિસ્તાન આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સહાયતા માંગવા માટે મજબૂર છે. 

બુધની અંતર્દશા

શુક્રની આ મહાદશા લાંબા સમય સુધી ચાલવાની છે જેથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ આવનારા સમયમાં વધારે દયનીય થઈ શકે છે. વર્તમાન સમયમાં શુક્રની મહાદશા સાથે બુધની અંતર્દશા પણ પ્રભાવી છે. બુધ આ સમયે ચંદ્રની રાશિમાં છે અને તે પાકિસ્તાન માટે સમય વધારે મુશ્કેલ બનાવશે. શુક્ર અને બુધની આ દશા પાકિસ્તાનને ગંભીર સંકટ તરફ ધકેલી દેશે. 

પાકની મુશ્કેલી વધારશે સૂર્ય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાકિસ્તાનની કુંડળીમાં સૂર્યની મહાદશા સાથે કેતુની અંતર્દશા પણ ચાલી રહી છે. આ સિવાય સૂર્ય અને કેતુના સંયોગથી કુંડળીમાં ગ્રહણ યોગ પણ બન્યો છે. જેના કારણે પાકિસ્તાનને તેના જ વિશ્વાસુ પાડોશી દેશ છેતરી પણ શકે છે. 

પાકિસ્તાન માટે વિનાશકારી સંકેત 

પાકિસ્તાનની કુંડળીમાં માર્કેશ શુક્ર, બુધ, સૂર્ય અત્યંત પ્રતિકૂળ યોગ બનાવી રહ્યા છે. શુક્ર આ સમયે શત્રુ રાશિ કર્કમાં છે અને શનિ સાથે યુતી બનાવી રહ્યો છે જેથી પાકિસ્તાન માટે આવનારી સમયે વિનાશકારી હોઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news