આ 2 રાશિઓ રાહુને છે ખુબ પ્રિય, રાતોરાત બનાવી દે અમીર! દુનિયાભરની દૌલત-શોહરત આપી બેડો પાર કરે

18 મેના રોજ રાહુ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. દોઢ વર્ષ બાદ થઈ રહેલું રાહુનું આ ગોચર તમામ 12 રાશિઓ પર અસર પાડશે. પરંતુ 2 રાશિઓ એવી છે જેમના પર રાહુની કૃપા હંમેશા રહે છે. કારણ કે જ્યોતિષમાં આ બે રાશિઓ રાહુની પ્રિય રાશિઓ ગણાય છે. 

આ 2 રાશિઓ રાહુને છે ખુબ પ્રિય, રાતોરાત બનાવી દે અમીર! દુનિયાભરની દૌલત-શોહરત આપી બેડો પાર કરે

Rahu favorite zodiac sign: દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે. પરંતુ રાહુ અને કેતુ આ 2 એવા ક્રૂર અને પાપી ગ્રહ છે જેમને કોઈ પણ રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત નથી. જ્યોતિષમાં રાહુ અને કેતુને માયાવી ગ્રહ કહેવામાં આવે છે. આ બંને ગ્રહો છાયા ગ્રહ છે. જેમના પર આ ગ્રહો કૃપા વરસાવે તેમને ન્યાલ કરી નાખે છે. એક ઝાટકે દુનિયાભરના સુખ ચરણોમાં ધરી દે છે. જાણો રાહુ કઈ રાશિઓ પર રહે છે મહેરબાન....

શનિની જેમ અશુભ ગ્રહ
રાહુ અને કેતુની ગણતરી શનિની જેમ અશુભ અને ક્રૂર ગ્રહોમાં ગણાય છે. આ બંને ગ્રહો અશુભ ફળ આપે તો જાતકોનું જીવન તબાહ કરી નાખે છે. આ સાથે જ રાહુ અને કેતુ ગ્રહ હંમેશા વક્રી ચાલ ચલે છે. 

રાહુની પ્રિય રાશિઓ
જો કે રાહુ જો શુભ ફળ આપે તો રાજા જેવું સુખ, વૈભવશાળી ને સન્માનજનક જીવન મળે છે. જ્યોતિષમાં 2 એવી રાશિ જણાવવામાં આવી છે જેના પર રાહુની વિશેષ કૃપા રહે છે. જાણો ક્રૂર ગ્રહ રાહુની પ્રિય રાશિઓ કઈ છે. 

સિંહ રાશિ
જ્યોતિષ મુજબ રાહુ ગ્રહની પ્રિય રાશિ સિંહ છે. રાહુ આ રાશિના જાતકોને શુભ ફળ આપે છે. તેમને રાજનીતિક ક્ષેત્રમાં ઊંચો મુકામ આપે છે. જીવનમાં અચાનક મોટા અને સકારાત્મક ફેરફાર લાવે છે. ધન અને વૈભવ આપે છે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો ઉપર પણ રાહુની કૃપા રહે છે. આ લોકોને કરિયરમાં અચાનક સફળતા મળે છે. શોહરત અને પૈસા પામે છે. કારોબાર કરે તો દૂર દેશો સુધી વેપાર કરે છે. સમાજમાં માન સન્માન મળે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news