Rahu Ketu Gochar 2025: 18 મે થી શરુ થશે મોટા ફેરફાર, રાહુ અને કેતુ બદલશે પોતાની રાશિ, જાણો કઈ રાશિઓ માટે સમય ભારે ?
Rahu Ketu Gochar 2025: રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે પછી તેનો પ્રભાવ રાશિઓ પર 1.5 વર્ષ સુધી રહે છે. 18 મેથી આ ફેરફાર થવાનો છે. તો ચાલો તમને જણાવીએ રાહુ અને કેતુનું ગોચર કઈ રાશિઓ માટે અશુભ છે.
Trending Photos
Rahu Ketu Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે ગ્રહ જ્યારે રાશિ બદલે કે નક્ષત્ર બદલે તો તેની અસર વ્યક્તિના જીવન પર પડે છે. ગ્રહોની ચાલમાં થયેલો શુભ ફેરફાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી શકે છે જ્યારે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય તો જીવનમાં ઊથલપાથલ થઈ જાય છે.
18 મે 2025 થી આવો જ ફેરફાર થવાનો છે જેનો પ્રભાવ 1 વર્ષથી વધુ સમય માટે રહેશે. 18 મે ના રોજ રાહુ મીનમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનની અસર રાશિઓ પર દોઢ વર્ષ સુધી રહેશે. રાહુ વ્યક્તિની અંદર ભ્રમ, લાલચ અને અચાનક ફેરફારનો ભાવ વધારે છે. જ્યારે કેતુ મોક્ષ, ત્યાગ અને આંતરિક શાંતિ લાવે છે.
રાહુ-કેતુના ગોચરની અસર
રાહુ કેતુના પરિવર્તનથી કુંભ, સિંહ, મીન અને કન્યા રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ રાશિ પરિવર્તન વિચારમાં ફેરફાર કરશે અને જીવનમાં કંઈ છુટી જવાના તો કંઈક મળી જવાના યોગ સર્જાશે.
કુંભ રાશિના લોકોને રાહુ અચાનક પ્રસિદ્ધિ આપી શકે છે. જીવનમાં નવો ફેરફાર થઈ શકે છે પરંતુ આ સમય દરમિયાન ભ્રમથી બચીને રહેવું. ખોટો જો ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ લેશો તો પસ્તાવો થશે.
કેતુનું રાશિ પરિવર્તન એ વાતનો સંકેત કરે છે કે સિંહ રાશિના લોકોએ અહંકાર છોડી આગળ વધવું. સંબંધોની વાત હોય તો હું પદ છોડી આપણે સાથે એવી ભાવના આ સમયે રાખવી જરૂરી છે.
રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી બચવાનો ઉપાય
રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે 18 મે પછી દર બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરો. સાથે જ ઓમ રાં રાહવે નમ: અને ઓમ કેં કેતવે નમ: મંત્રનો જાપ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે