મીન રાશિમાં થશે રાહુ-શનિની યુતિ, આ સેક્ટરમાં જોવા મળી શકે છે ઉતાર-ચડાવ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 માર્ચે શનિના મીન રાશિમાં આવવાથી રાહુ સાથે મળી પિચાશ યોગનું નિર્માણ કરશે, જેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે 12 રાશિઓના જીવનમાં જોવા મળી શકે છે.
Trending Photos
Rahu Shani Yuti 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક જાતકો પર પડે છે. મહત્વનું છે કે વર્ષ 2025 ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખાસ છે, કારણ કે આ વર્ષે શનિથી લઈને રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે, જેની અસર દેશ-દુનિયા પર જરૂર પડે છે. ન્યાયાધીશ શનિ 29 માર્ચે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલાથી પાપી ગ્રહ રાહુ બિરાજમાન છે. તેવામાં બંને ગ્રહોની યુતિથી પિચાશ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
શનિ + રાહુની મીન રાશિ યુતિ તા.૨૯/૩/૨૫ થી તા.૧૮/૫/૨૫ દરમિયાન થાય છે આ પહેલા મીન રાશિમાં જાન્યુ ૧૯૬૮ થી માર્ચ ૧૯૬૯ થયેલી હતી.
શનિ-રાહુની યુતિ
. ડિસે.૨૦૧૨ થી જુલાઈ ૨૦૧૪ તુલા રાશિમાં
. ડિસે.૧૯૯૦ થી માર્ચ ૧૯૯૧ મકર રાશિમાં
. નવે.૧૯૭૮ થી ઓક્ટો.૧૯૭૯ સિંહ રાશિમાં
. નવે.૧૯૫૫ થી માર્ચ ૧૯૫૭ વૃશ્ચિક રાશિમાં
અને હવે પછી આ યુતિ એપ્રિલ ૨૦૩૬ થી સપ્ટે.૨૦૩૬ કર્ક રાશિમાં તેમજ ફેબ્રુ.૨૦૪૭ થી ઓગ.૨૦૪૮ ધન રાશિમાં થશે.
જ્યોતિષશાસ્ત્રમાં શનિ + રાહુ ની યુતિ ને અશુભ શ્રાપિત યોગ કહેવાય છે જે ઉતાર ચઢાવ વધુ આપે છે. શેરબજારમાં ઉતાર ચઢાવ દરમિયાન થોડી તેજી દર્શાવે છે. સોના ચાંદીમાં પણ વધ ઘટ દરમિયાન ભાવ તેજી તરફી કહી શકાય. એગ્રો કોમોડિટીમાં એરંડા, તલ, સરસવ, મરચા, મરી, ધાણા જેવી ચીજમાં ભાવ થોડો વધે તેવું બની શકે છે.
ડો. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે