Raksha Bandhan 2025: આ વર્ષે રક્ષાબંધન પર વર્ષો પછી સૌભાગ્ય યોગ સહિત મંગળકારી યોગ બની રહ્યા છે. આ યોગમાં ભાઈને રાખડી બાંધવી અક્ષય ફળ આપનાર સાબિત થશે.

Raksha Bandhan 2025: દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા પર રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસને સમર્પિત છે. રક્ષાબંધનના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના સુખી અને લાંબા આયુષ્યની કામના કરી તેને રાખડી બાંધે છે. સાથે જ ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી બાંધતી વખતે બહેન બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવના સ્મરણ સાથે રાખડીમાં ત્રણ ગાંઠ બાંધે છે.આ વર્ષે પૂર્ણિમાની તિથિ બે દિવસ હોવાથી રક્ષાબંધનની તારીખ અંગે પણ મુંજવણ છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર 95 વર્ષ પછી દુર્લભ મહાસંયોગ સર્જાવાનો છે. આ પ્રકારનો મહાસંયોગ વર્ષ 1930 માં સર્જાયો હતો. આ વર્ષે 95 વર્ષ પછી દિવસ, નક્ષત્ર, પૂર્ણિમાનો સંયોગ અને રાખડી બાંધવાનો સમય લગભગ એક સમાન છે. જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ યોગમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી અને ભાઈને રાખડી બાંધવાથી અક્ષય ફળ મળે છે.
રક્ષાબંધનના દિવસે સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આ યોગનું સમાપન 10 ઓગસ્ટે મોડી રાત્રે 2.15 મિનિટે થશે. ત્યારબાદ શોભન યોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ સવારે 5.47 મિનિટથી સર્જાશે જે બપોરે 2.23 મિનિટ સુધી છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હશે.
રક્ષાબંધનનું શુભ મુહૂર્ત
વૈદિક પંચાંગ અનુસાર 8 ઓગસ્ટ બપોરે 2.12 મિનિટે પૂર્ણિમાની તિથિ શરૂ થશે. જે 9 ઓગસ્ટ બપોરે 1.24 મિનિટ સુધી રહેશે. ભદ્રકાળ 8 ઓગસ્ટે બપોરે 2.12 મિનિટથી શરૂ થશે અને મોડી રાતે 1.24 મિનિટે પૂરો થઈ જશે.
ઉદયા તિથિ અનુસાર આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. 9 ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5.21 મિનિટથી શરૂ થઈ જશે જે બપોરે 1.24 મિનિટ સુધી રહેશે. એટલે કે આ વર્ષે 9 તારીખે બપોર સુધી કોઈપણ સમયે ભાઈને રાખડી બાંધી શકાશે. કારણ કે આ વર્ષે ભદ્રા કાળ નડશે નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)