Ram Navami 2025: રામનવમીથી શરુ કરો આ ચોપાઈનો પાઠ, શ્રીરામ દરેક ઈચ્છા કરશે પુરી અને મળવા લાગશે સફળતા
Ram Navami 2025: રામભક્તો રામનવમીની ઉજવણી માટે આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષે ચૈત્ર માસની નવમીની તિથિ પર રામનવમી ઉજવાય છે. આ દિવસે શ્રીરામની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસથી જો નિયમિત આ ચૌપાઈનો પાઠ કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જીવન બદલી શકે છે.
Trending Photos
Ram Navami 2025: હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. રામ ભક્તો આ તિથિની રાહ જોતા હોય છે. ચૈત્ર મહિનાની 9મી ની તિથિ પર રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રીરામની પૂજા કરવાથી મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને ઘરમાં સુખ-શાંતિ વધે છે. રામ નવમીનો તહેવાર કેટલાક ઉપાય કરવા માટે પણ વિશેષ છે.
રામ નવમીથી જો કેટલીક ચોપાઈનો પાઠ શરૂ કરવામાં આવે તો જીવનના સંકટ દૂર થઈ શકે છે. આ ચમત્કારી ચોપાઈઓનો નિયમિત પાઠ કરવાથી સફળતાના રસ્તા ખુલવા લાગે છે. સાથે જ જીવનમાં ભગવાન રામની કૃપા હંમેશા બની રહે છે. રામ નવમીના પવિત્ર તહેવાર પર આજે તમને રામચરિત માનસની કેટલીક ચમત્કારી ચોપાઈઓ વિશે જણાવીએ.
સંકટથી મુક્તિ માટેની ચોપાઈ
જીવનમાં કોઈ સમસ્યા કે સંકટ ચાલી રહ્યું હોય અને તેનાથી મુક્તિ મળતી ન હોય તો રામનવમીના દિવસે આ ચોપાઈનો પાઠ કરવાથી લાભ મળી શકે છે. સાથે જ ઘર પરિવારમાં સુખ-શાંતિ વધે છે.
દિન દયાળુ બિરુદ સંભારી, હરહુ નાથ સંકટ ભારી
મનોકામના પૂર્તિ માટે
જો તમારી કોઈ ઈચ્છા હોય જે પૂરી થતી ન હોય તો મનોકામના પૂરતી માટે રામનવમીના દિવસથી નિયમિત રીતે આ ચોપાઈનો પાઠ કરવાનો શરૂ કરો.
જે સકામ નર સુનહિં જે ગાવહિં
સુખ સંપત્તિ નાનાવિધિ પાવહિં
કાર્યમાં સફળતા માટેની ચોપાઈ
જો કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરતી હોય તેમ છતાં તેને મહેનતનું ફળ ન મળતું હોય અને કાર્ય સફળ થતાં ન હોય તો રામનવમીના દિવસે વ્યક્તિએ આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ.
પ્રબિસિ નગર કીજૈ સબ કાજા
હૃદય રાખિ કોસલપુર રાજા
શ્રીરામને પ્રસન્ન કરવાના શક્તિશાળી મંત્ર
આ ચોપાઈ સિવાય કેટલાક મંત્ર પણ છે જેનો નિયમિત જાપ કરવાથી શ્રીરામ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી ભારેમાં ભારે સંકટ પણ દૂર થઈ શકે છે.
- ॐ રામ ॐ રામ ॐ રામ હ્રીં રામ હ્રીં રામ શ્રીં રામ શ્રીં રામ -ક્લીં રામ ક્લીં રામ ફટ્ રામ ફટ્ રામાય નમ:
- શ્રી રામ ચંદ્રાય નમ:
- રામ રામેતિ રામેતિ રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુન્યં રામ નામ વરાનને
- લોરાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથમ્
કારુણ્યરુપં કરુણાકરં તં શ્રીરામચંદ્ર શરણં પ્રપદ્યે
આપદામપહર્તારં દાતારં સર્વસંપદામ્
લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહમ્
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે