Mahashivratri 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે મહાશિવરાત્રી, એક દિવસના વ્રતનું અનેકગણું ફળ મળશે
Mahashivratri 2024: આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ છે અને તેની સાથે જ શિવ યોગ, સિદ્ધિ યોગ અને ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનની દરેક સમસ્યા દુર થઈ શકે છે.
Mahashivratri 2024: દર મહિનાની ત્રયોદશી તિથિ પર પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ તિથિ ભગવાન શિવને સમર્પિત હોય છે. જ્યારે ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિ પર મહાશિવરાત્રીનો પર્વ ઉજવાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ના લગ્ન થયા હતા. આ તિથિ એટલી મહત્વપૂર્ણ હોય છે કે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ દિવસે પ્રદોષ વ્રત પણ હશે. એટલે કે આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત કરનાર વ્યક્તિને પ્રદોષ વ્રત કર્યાનું ફળ પણ મળશે.
આ પણ વાંચો: મંગળ-શુક્રની યુતિ 3 રાશિને કરશે માલામાલ, 7 માર્ચ સુધીમાં સંપત્તિમાં થશે બંપર વધારો
મહાશિવરાત્રી 2024ના શુભ સંયોગ
આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ છે અને તેની સાથે જ શિવ યોગ, સિદ્ધિ યોગ અને ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. મહાશિવરાત્રી પર આ વર્ષે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. સાથે જ આ રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય પણ ગોચર કરે છે. 8 માર્ચ અને મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિમાં સૂર્ય અને શનિ ઉપરાંત શુક્ર અને ચંદ્ર પણ બિરાજમાન હશે. આમ શનિની રાશિ કુંભમાં મહાશિવરાત્રીના પર્વ પર ચાર ગ્રહો સાથે મળી ચર્તુગ્રહી યોગ બનાવશે. સાથે જ મહાશિવરાત્રી શુક્રવારે હોવાથી શુક્ર પ્રદોષનો સંયોગ પણ સર્જાયો છે. આ દિવસે જે વ્યક્તિ વ્રત કરશે તેને અનેક ગણું ફળ મળશે.
આ પણ વાંચો: Goddess Lakshmi: જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરવા શુક્રવારે કરો અષ્ટલક્ષ્મીની પૂજા
મહાશિવરાત્રીના ચમત્કારી ઉપાય
આર્થિક સમૃદ્ધિ માટે
મહાશિવરાત્રીના દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે તેથી આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવી. આ દિવસે માતા લક્ષ્મીને ખીર કે સફેદ મીઠાઈનો ભોગ ધરાવો. તેનાથી તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે અને આર્થિક સ્થિતિ સુધરશે.
આ પણ વાંચો: એક મહિનામાં બે વાર રાશિ બદલશે શુક્ર, નોકરી અને વેપારમાં 5 રાશિના લોકોને થશે બંપર લાભ
શત્રુ મુક્તિ માટે
જો તમે શત્રુઓથી પરેશાન છો અને તેમના કારણે તમારા જીવનમાં કષ્ટ છે તો મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરો આ દિવસે તમે રુદ્રાભિષેક પણ કરાવી શકો છો. આ દિવસે વ્રત કરવાથી જીવનની બાધા અને કષ્ટ દૂર થાય છે.
આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિના ઉદય સાથે આ 3 રાશિઓના મુશ્કેલ સમયનો અંત આવશે, શરુ થશે સારો સમય
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)