close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 12 જાન્યુઆરી : એક ખાસ રાશિવાળાના અટકેલા કામ આજે થશે પૂરા, ક્યાંક તમારી રાશિ તો નથી ને?

 નક્ષત્ર પોતાની ચાલ દર સમયે બદલે છે. આ નક્ષત્રો આપણા જીવનમાં બહુ જ પ્રભાવ પાડે છે. ત્યારે જાણી લો આજનો તમારો ગ્રહ શું કહે છે. 

Updated: Jan 12, 2019, 09:51 AM IST
રાશિફળ 12 જાન્યુઆરી : એક ખાસ રાશિવાળાના અટકેલા કામ આજે થશે પૂરા, ક્યાંક તમારી રાશિ તો નથી ને?

નવી દિલ્હી : નક્ષત્ર પોતાની ચાલ દર સમયે બદલે છે. આ નક્ષત્રો આપણા જીવનમાં બહુ જ પ્રભાવ પાડે છે. ત્યારે જાણી લો આજનો તમારો ગ્રહ શું કહે છે. 

મેષ
કામકાજમાં તેજી આવી શકે છે. તમારો વ્યવહાર જેટલો લચીલો રાખશો. તેટલો જ ફાયદો થશે. તમે કોઈને પણ મદદગાર સાબિત થઈ શકો છો. તમારા મનમાં કોઈ સારા વિચાર આવી શકે છે. જૂની વાતો યાદ કરીને તમે ખુશ થઈ શકો છો. જમીન-મિલકતના વેચાણથી ફાયદો થવાના યોગ છે. નસીબનું સાથ મળી શકે છે. રૂપિયા સાથે જોડાયેલ અધૂરા કામ પણ પૂરા થવાના યોગ છે.

વૃષભ
આસપાસના કેટલાક લોકો તમારી મદદ માટે તૈયાર રહેશે. રૂપિયાની જરૂરત અનુભવાશે. સામાજિક દાયરામાં પણ બદલાવ આવી શકે છે. નવા લોકો સાથે મુલાકાતના યોગ બની રહ્યાં છે. તમારા ઈરાદા અને સપનામાં પણ બદલાવ આવી શકે છે. લાંબી યોજનાઓને બદલે તમે માત્ર કામ પર ધ્યાન આપો. જીવનસાથી અને સંતાન તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ મામલા પર વિચાર થઈ શકે છે. વેપારમાં ફાયદાની સ્થિતિ બની શકે છે. જીવનસાથી અને સંતાન માટે તમે મદદગાર સાબિત થઈ શકો છો. કોઈ મહત્વપૂર્ણ મામલામાં પણ વિચાર થઈ શકે છે.   

મિથુન
તમે તમારા માટે રસ્તો ખુદ જ બનાવવાનો પ્રયાસ કરી શકો છો. કોઈ અધૂરા કામ પૂરા કરવામાં સફળતા મળી શકે છે. મિત્રો સાથે જ તમને કોઈ નવા બિઝનેસ કે ઈન્વેસ્ટમેન્ટની જાણકારી મળી શકે છે. તમારી મહત્વપૂર્ણ જવાબદારી પર ધ્યાન આપો. બીજાને મદદ કરવામાં તમને સંતુષ્ટિ મળી શકે છે. ચંદ્રમાની સ્થિતિ કરિયરના પ્લાનિંગ માટે શુભ છે. અધિકારી કોઈ મોટી જવાબદારી આપી શકે છે. 

કર્ક
તમને કામકાજ કરવામાં ઉર્જા મળી શકે છે. તેનો ઉપયોગ વિચાર કરીને જ કરો. કરિયરમાં પ્રગતિનો મોકો મળી શકે છે. ઓફિસમાં તમે આગામી દિવસોમાં તૈયારીમાં લાગી શકો છો. પ્રયાસ કરશો, તો બધુ વ્યવસ્થિત થશે. ઘર-પરિવારના મામલામાં તે એ જ કરો, જે તમારું મન કહે છે. તમારી જવાબદારીઓ પર પણ તમારું ધ્યાન આપવું જોઈએ. 

સિંહ
ઘણા દિવસોથી રોકાયેલા કામ આજથી શરૂ થઈ શકે છે. કામકાજમાં મન લગાવવાથી વેપાર કે નોકરીમાં આગળ વધવાની શક્યતા છે. આસપાસના કેટલાક લોકોનો ભરોસો થઈ શકે છે. પરિવારની સાથે તમારી આત્મીયતા વધી શકે છે. કોઈ ખાસ કામ પૂરા કરવામાં સમય ઓછો અનુભવાશે. આરામ કરવાનો આજે મોકો મળી શકે છે. અધિકારીઓથી પણ તમને મદદ મળી શકે છે. 

કન્યા
જરૂરી કામ જલ્દી પૂરા થશે. રોકાયેલા રૂપિયા મળવાના યોગ બની રહ્યા છે. સેવિંગ પણ વધી શકે છે. યોજનાઓ સફળ બની શકે છે. બિઝનેસ કે નોકરીમાં ટાર્ગેટ પણ પૂરો થઈ શકે છે. વિદેશ કે દૂરના સ્થાનો પર કોઈ સારા ખબર મળવાના યોગ છે. વેપાર વધવામાં સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. મિત્રોને પણ તમારા મદદની જરૂર પડી શકે છે. કેટલાક ખાસ સંબંધોમાં મજબૂતી આવી શકે છે. આજે તમે કોઈ સારી યોજનાઓ બનાવી શકો છો. 

તુલા
કોઈ પણ મોટું કામ કરતા પહેલા એકવાર વ્યવસ્થિત વિચારી લો. રોમેન્ટિક વિચારમાં તમે ખોવાયેલા રહી શકો છો. પરિવારના લોકોની મદદ મળી શકે છે. નજીકના સંબંધો બહુ ખાસ બની શકે છે. નજીકના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ પણ તમે લગાવી શકો છો. કોઈ જૂના મિત્રોને તમે મળી શકો છો. તમારું આકર્ષણ વધી શકે છે. ધન લાભના યોગ બની રહ્યા છે. નીચલા વર્ગના કર્મચારીઓ તમારાથી ખુશ રહેશે. તેમની મદદ પણ મળી શકે છે. 

વૃશ્ચિક
કોઈ દોસ્ત સાથે મુલાકાત પણ કામની સાબિત થઈ શકે છે. નોકરી કે વેપારમાં કોઈ તમને એવી સલાહ આપી શકે છે. જેનાથી તમારો સમય બદલાઈ જશે. મોટાભાગના મામલા સરળતાથી પૂરા થઈ શકશે. કોઈ મોટા કે મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સારી મુલાકાતનો મોકો મળી શકે છે. વિચારીને કામ કરવું. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. પિતાના સહયોગતી કામ પૂરા થવાના યોગ બની રહ્યા છે. 

ધન
વેપારમાં ફાયદો થવાના યોગ છે. વિચારેલા કામ પૂરા થઈ શકે છે. કેટલાક લોકો તમારા તરફ આકર્ષિત થશે. તમે આજે ઈન્વેસ્ટમેન્ટના કેટલાક મામલે ઊંડાઈથી વિચારવાનો પ્રયાસ કરી શકો છો. વર્તમાન નોકરીમાં પ્રમોશનના યોગ છે. કોઈ નવી નોકરી મળી શકે છે. તમારે તમારી વૃદ્ધિથી બિઝનેસ, નોકરી કે પ્રમોશનમાં ફાયદો મળી શકે છે. કોઈનાથી સલાહ લેશો. ત્યારે જ સમસ્યા સોલ્વ થઈ શકશે. કેટલાક મામલામાં આજે તમે સફળ થઈ શકો છો. 

મકર
કોઈ જૂના કામનું પરિણામ તમારા ફેવરમાં આવી શકે છે. નવું કામ કરવાનું મન બને છે, તો શરૂ કરી શકો છો. મોટાભાગના મામલામાં તમારે સમજદારી બનાવીને ચાલવું પડશે. જૂના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો. કોઈ પણ કામ કરતા પહેલા મિત્રો અને અનુભવી લોકોની મદદ અને સલાહ જરૂર લો. કાર્યક્ષેત્રમાં બદલાવના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં કંઈક નવું કરવાનું મન બની શકે છે. બિઝનેસ વધારવાનું પ્લાનિંગ થઈ શકે છે. નોકરીવાળા લોકોને જૂની પરેશાનીઓમાં રાહત મળવાના યોગ છે. 

કુંભ
ભાઈ કે સાથીની સફળતાથી ખુશી મળી શકે છે. નસીબનું સાથ મળવાથી ફાયદો રહેશે. લોકોની નજરમાં તમારી ઈજ્જત વધી શકે છે. નોકરી બદલવાનો વિચાર દિમાગમાંથી કાઢી દો. નોકરીવાળા લોકોને કંઈક નવું કરવાનો મોકો મળશે. આજ કામકાજ વધુ થઈ શકે છે. કેટલાક એવા કામ બની શકે છે, જેમાં મહેનત ઓછી અને ફાયદો વધુ મળશે. તમારે જે પણ કરવું હશે, તેમાં તમારા મિત્રો મદદગાર સાબિત થઈ શકે છે. યાત્રાઓ ફાયદાકારક બની શકે છે.

મીન
કરિયરમાં કોઈ નવી ઓફર મળવાનો યોગ છે. બચેલા કામ પૂરા કરવામાં તમારુ ધ્યાન આપો. કોઈ પણ બાબત સકારાત્મક રહીને પૂરી કરવાનો પ્રયાસ કરો. દિવસ ઠીક-ઠીક જશે. કોઈ સકારાત્મક વિચાર તમને સહારો આપી શકે છે. વિચારેલા કામ કે પ્લાનિંગમાં તમે ખુદ બદલાવ કરી શકો છો.