ગુજરાતી ન્યૂઝSpiritualખતરનાક ષડાષ્ટક અને મંગળ-કેતુનો યોગ, દેશ-વિદેશમાં ખતરનાક દુર્ઘટનાનો સંકેત, ઘણા દેશોમાં યુદ્ધનો પણ ખતરો!

ખતરનાક ષડાષ્ટક અને મંગળ-કેતુનો યોગ, દેશ-વિદેશમાં ખતરનાક દુર્ઘટનાનો સંકેત, ઘણા દેશોમાં યુદ્ધનો પણ ખતરો!

વૈદિક જ્યોતિષ અનુસાર ષડાષ્ટક, મંગળ અને કેતુનો કેજકેતુ તો મંગળ અને રાહુનો સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનાથી વાયુ, રેલ અને અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ થઈ શકે છે.

 ખતરનાક ષડાષ્ટક અને મંગળ-કેતુનો યોગ, દેશ-વિદેશમાં ખતરનાક દુર્ઘટનાનો સંકેત, ઘણા દેશોમાં યુદ્ધનો પણ ખતરો!

Shadashtak Yog 2025: વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર ગ્રહો ગોચર કરી અશુભ યોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર સીધો પડે છે. તમને જણાવી દઈએ કે અત્યારે ગોચરમાં ઘણા ખતરનાક યોગ બની રહ્યાં છે. જેમાં મંગળ અને શનિ વચ્ચે ષડાષ્ટક યોગ, મંગળ અને કેતુનો કેજકેતુ તો મંગળ અને રાહુનો સમસપ્તક યોગ બની રહ્યો છે. આ યોગોને જ્યોતિષમાં શુભ માનવામાં આવતા નથી. કારણ કે મંગળ ગ્રહ રક્ત, ક્રોધ, આવેશ, દુર્ઘટના, યુદ્ધ, સાહસ, વીરતા, ભૂમિ અને લડાઈનો કારક માનવામાં આવે છે. તો શનિ ગ્રહ પણ પ્રોપર્ટી, ઉંમર, કર્મના કારક માનવામાં આવે છે. તો રાહુ ગ્રહને વાણી, જુગાર, યાત્રાઓ, ચોરી, દુષ્ટ કર્મ, ત્વચા રોગ, ધાર્મિક યાત્રાઓ વગેરેનો કારક માનવામાં આવે છે. તેવામાં આ યોગને કારણે દેશ-દુનિયામાં રેલ, વાયુ, સડક, દેશોમાં યુદ્ધ અને ભૂકંપ જેવી ઘટનાઓ થઈ શકે છે. સાથે પ્રાકૃતિક આપદાઓ આવી શકે છે. આવો જાણીએ આ યોગ કયાં સુધી બની રહ્યાં છે.

આ તારીખ સુધી બની રહ્યાં છે ખતરનાક યોગ
વૈદિક જ્યોતિષ અનુસાર 7 જૂન 2025ના મંગળ સિંહ રાશિમાં ગોચર કરી ગયા છે, જેનાથી મંગળ અને શનિ વચ્ચે આ યોગ બની રહ્યો છે. આ સ્થિતિ 28 જૂન સુધી સક્રિય રહેશે, જ્યારે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને આ યોગ સમાપ્ત થઈ જશે. તો મંગળ અને કેતુનો અશુભ કેજકેતુ યોગ બની રહ્યો છે, જે 28 જુલાઈએ સમાપ્ત થશે. તેામાં આ દિવસોમાં હવાઈ યાત્રા અને રેલ, રોડ, ભૂકંપ અને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે.

Add Zee News as a Preferred Source

12 જૂને અમદાવાદ વિમાન દુર્ઘટના
વૈદિક જ્યોતિષ અનુસાર ગોચરમાં ષડાષ્ટક, મંગળ-કેતુ યુતિ અને રાહુ-મંગળના સમસપ્તક યોગ બાદ અમદાવાદ વિમાન દુર્ઘટના થઈ જેમાં 270 જેટલા લોકોના મોત થયા છે. આમ તો આ દુર્ઘટનાના કારણો ચકાસવા તપાસ ચાલી રહી છે, પરંતુ જો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જુઓ તો આ ખરાબ યોગોને કારણે દુર્ઘટના થઈ શકે છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ
આમ તો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ઘણા દિવસથી ચાલી રહ્યો છે. પરંતુ તાજેતરમાં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને બંને દેશોએ એકબીજા પર ડ્રોન અને મિસાઇલ હુમલા શરૂ કર્યાં છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે. જ્યોતિષના દ્રષ્ટિકોણથી જુઓ તો મંગળ-કેતુ યોગ અને શનિ-મંગળનો ષડાષ્ટક યોગ કારણ હોઈ શકે છે, કારણ કે મંગળ અને શનિ ભૂમિકા કારક હોય છે અને આ દેશો વચ્ચે લડાઈ ગાજાની જમીનને લઈને શરૂ થઈ હતી.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત
ઉત્તરાખંડના કેદારનાથમાં ગૌરીકુંડના જંગલોમાં 15 જૂને સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં સવાર સાત લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે આ એક વાયુ દુર્ઘટના છે, જેનું કારણ ગોચરમાં બની રહેલા અશુભ યોગ હોઈ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news