)
શનિને નવગ્રહમાં સૌથી પાવરફૂલ ગ્રહોમાં ગણવામાં આવે છે. જે એક રાશિમાં લાંબા સમય સુધી રહેવાની સાથે સાથે જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. તેમને ન્યાયના દેવતા, કર્મફળના દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિદેવ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપતા હોય છે. હાલ શનિદેવ ગુરુની રાશિ મીનમાં ભ્રમણ કરી રહ્યા છે અને તેઓ નવેમ્બર 2025માં આ રાશિમાં જ માર્ગી થયા છે. શનિના માર્ગી થતા જ તેમણે પોતાનું ફળ આપવાનું શરૂ કર્યું હતું. આવામાં જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. આ સાથે સનિના અંશ બળમાં પણ સમયાંતરે પરિવર્તન થાય છે. આવામાં શનિએ 5 ડિસેમ્બરના રોજ ફરીથી પોતાની સ્થિતિમાં ફેરફાર કર્યો છે. વાત જાણે એમ છે કે શનિનો અંશ બળ 0થી શરૂ થયો છે. જે ફેબ્રુઆરીમાં 6 સુધી જશે. આ દરમિયાન શનિ બાળ અવસ્થામાં હશે જેના કારણે પોતાનું નિર્ધારિત ફળ આપવામાં અસફળ રહેશે. આવામાં આ સમયગાળો કેટલાક જાતકો માટે રાહત બની શકે છે. 3 રાશિઓને વધુ લાભ મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની શક્તિ 0° થી 30° વચ્ચે ગણાતી હતી. શનિ જ્યારે 0° પર હોય તો તે મૃત અવસ્થામાં ગણાય છે અને કોઈ પ્રભાવ નથી હોતો. 0° થી 6° સુધીની સ્થિતિને બાળ અવસ્થા કહે છે. જેમાં શનિ ગ્રહ નબળો હોય છે અને પૂરેપૂરું ફળ આપી શકતો નથી. 5 ડિસેમ્બરે શનિ 0° પર આવ્યા અને 20 ફેબ્રુઆરી સુધી તેમનું અંશ બળ વધીને 6° સુધી પહોંચશે. આ દરમિયાન શનિ બાળ અવસ્થામાં રહેશે. આથી તેમના દ્વારા અપાતા કષ્ટો ઘટી શકે અથવા અટકી જશે. પરંતુ ધ્યાન રાખવું કે એવા કોઈ કામ ન કરવા જે શનિદેવને પસંદ નથી. કારમ કે 20 ફેબ્રુઆરી બાદ જ્યારે શનિ ફરીથી મજબૂત થશે ત્યારે તેઓ કર્મો પ્રમાણે ફળ આપવા લાગશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આગામી 69 દિવસ ખુબ સારા રહી શકે છે. કુંડળીમાં શનિ ઈચ્છાપૂર્તિ, લાભ અને ધનના ભાવમાં ભ્રમણ કરે છે. આ સાથે શનિની ત્રીજી દ્રષ્ટિ લગ્ન પર, સપ્તમ દ્રષ્ટિ પંચમ ભાવ પર અને દશમ દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર પડી રહી છે. આવામાં આ રાશિના જાતકો માટે શનિ ખુબ ફાયદાકારક રહી શકે છે. આ રાશિના જાતકોને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. જીવનમાં આવતી સમસ્યાઓ, અડચણો, બાધાઓ ધીરે ધીરે દૂર થઈ શકે છે. નોકરીયાતો માટે સારો સમય આવી શકે છે. પ્રમોશન, પગાર વધારો, એરિયર મળી શકે છે. મોટી કંપનીમાં કામ કરવાનું સપનું પૂરું થઈ શકે છે.
શનિ 11માં ભાવમાં એકથી વધુ આવકના સ્ત્રોત આપી શકે છે. આવામાં તમને વિવિધ સ્ત્રોતોથી ધન કમાવવામાં સફળતા મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો ખુબ લાભકારી રહી શકે છે. બિઝનેસમાં ખુબ લાભ થઈ શકે. અચાનક ધનલાભના યોગ છે. રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી, ઓટોમોબાઈલ, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, ધાતુ, ખનિજ, કેમિકલ વગેરેમાં વેપાર કરતા જાતકોને ખુબ લાભ થઈ શકે છે.
ઉપાય- શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે કાળા વસ્ત્રો, કાળા અડદ, સરસવનું તેલ વગેરેનું દાન કરો. આ ઉપરાંત શનિદેવ સામે અને પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
કન્યા રાશિ
કર્મફળ દાતા શનિ તમારી કુંડળીમાં પંચમ અને ષષ્ઠ ભાવના સ્વામી થઈને સપ્તમ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. આવામાં શનિનો અશ બળ ઘટવાથી આ રાશિના જાતકોને પણ વિશેષ લાભ થઈ શકે છે. સપ્તમ ભાવમાં બિરાજમાન શનિની ત્રીજી દ્રષ્ટિ નવમ ભાવ પર, સાતમી દ્રષ્ટિલગ્ન પર અને દસમી દ્રષ્ટિ ચતુર્થ ભાવ પર પડતી હતી. આવામાં ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. અટકેલા કામ પાર પડી શકે છે. કાર્યક્ષેત્રે ચાલતી ખટપટ દૂર થઈ શકે છે. કામની પ્રશંસા થશે. મોટી જવાબદારી મળી શકે, પ્રમોશન મળી શકે. પાર્ટનરશીપ બિઝનેસમાં લાભના યોગ છે. આર્થિક સ્થિતિ સુધરશે. ચતુર્થ ભાવ પર શનિની દ્રષ્ટિ હોવાના કારણે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોની કુંડળીમાં શનિનું ગોચર અષ્ટમ ભાવમાં થયું છે. આ રાશિના છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે. આવામાં શનિ અષ્ટમ ભાવમાં બિરાજમાન થઈને તેમની દ્રષ્ટિ બીજા અને પંચમ ભાવ પર પડી રહી છે. સામાન્ય રીતે શનિને અષ્ટમ ભાવમાં આવવું સારું ગણાતું નથી. પરંતુ આ રાશિમાં શનિ જૂન 2027 સુધી વિપરીત રાજયોગ બનાવી રહ્યા છે. આવામાં આ રાશિના જાતકોને કપરી પરિસ્થિતિઓ બાદ અપાર સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને આવકમાં વધારાના યોગ છે. શનિની ઢૈય્યા પણ આ રાશિ પર છે. શનિના બાલ્યાવસ્થામાં હોવાથી આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. વિપરીત રાજયોગ અનેક ક્ષેત્રોમાં લાભ અપાવી શકે છે. શનિ આવકમાં ઝડપથી વધારો કરાવી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)