)
જ્યોતિષની રીતે ગ્રહોની દરેક ચાલ મહત્વની હોય છે. તેમના રાશિ પરિવર્તનથી લઈને વક્રી, માર્ગી થવું, બધુ મહત્વપૂર્ણ રહે છે. ગ્રહોની ચાલની અસર જાતકોના જીવન પર પડે છે. આવામાં ગ્રહોના રાજકુમાર બુધ અને કર્મફળદાતા શનિનું એક સાથે 500 વર્ષ બાદ માર્ગી થવું ખુબ મહત્વ ધરાવે છે. બુધ ગ્રહનું રાશિ પરિરવ્તન જ્યાં દર મહિને થાય છે. બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો અને મીન રાશિમાં નીચનો ગણાય છે. મિથુન અને કન્યા રાશિઓ તેના સ્વામિત્વવાળી છે. બીજી બાજુ શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. તે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ફરી એ જ રાશિમાં આવતા લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે.
આવનારા કેટલાક દિવસોમાં આ બંને ગ્રહો માર્ગી થશે. બુધ હાલ વૃશ્ચિક રાશિમાં છે અને 23 નવેમ્બરે તુલામાં પ્રવેશ કરશે. તે 29 નવેમ્બરે માર્ગી થશે. જ્યારે શનિ હાલ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે અને 28 નવેમ્બરે માર્ગી થશે. શનિ અને બુધનો આ સંયોગ પૂરા 500 વર્ષ બાદ બની રહ્યો છે. શનિ અને બુધના માર્ગી થવાથી ત્રણ રાશિઓના ભાગ્યના દરવાજા ખુલી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
મિથુન રાશિ
શનિ અને બુધ બંનેના એક સાથે માર્ગી થવાથી મિથુન રાશિના જાતકોના જીવનમાં ધરખમ ફેરફાર જોવા મળી શકે છે. માનસિક દબાણ કે અસમંજસમાં મહદઅંશે કમી જોવા મળશે. કરિયરમાં કામ ફટાફટ થઈ શકે છે અને કોઈ વરિષ્ઠનું સમર્થન મળી શકે છે. ઘરના માહૌલમાં પણ ગેરસમજ દૂર થઈ શકે છે.
મકર રાશિ
શનિ બુધના માર્ગી થવાથી મકર રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે. કાર્યસ્થળ પર તમારી વાત પ્રભાવશાળી રીતે રજૂ કરી શકશો. વેપારમાં ફસાયેલી ડીલ ધીરે ધીરે થઈ શકે છે. પરિવાર કે સાથી સાથે સંબંધોમાં આવેલું અંતર દૂર થતું જણાશે. આર્થિક મોરચે પણ મોટો સુધારો જોવા મળી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર શનિ અને બુધનો ગાઢ પ્રભાવ છે. આથી તેમનું માર્ગી થવું એ તમારા માટે શુભ સંકેત લઈને આવી શકે છે. કામમાં ફોકસ વધશે. કરિયરના ક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ ફેરફારથી પ્રમોશન કે કોઈ નવી તક તમને મળી શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું થશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.