Shani Double Gochar: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય

Shani Double Gochar: ન્યાયના દેવતા શનિ કુંભ રાશિ છોડી મીન રાશિમાં ગોચર કરશે. સાથે જ એપ્રિલ મહિનાની શરુઆતમાં શનિ ઉદય પણ થશે. જેના કારણે એપ્રિલ મહિનાથી કેટલાક લોકોનો સમય રાતોરાત બદલી જશે. આ રાશિઓ કઈ કઈ છે જાણી લો.
 

Shani Double Gochar: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય

Shani Double Gochar: 29 માર્ચ 2025 ના રોજ ન્યાયના દેવતા શનિ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. હાલ શનિ અસ્ત અવસ્થામાં છે અને અસ્ત રહીને જ શનિ રાશિ પરિવર્તન કરશે. રાશિ પરિવર્તનના 10 દિવસ બાદ  શનિ 6 એપ્રિલ 2025 ના રોજ મીન રાશિમાં ઉદય થશે.

આમ 10 દિવસની અંદર શનિ પોતાની સ્થિતિ 2 વખત બદલશે. શનિનું આ ડબલ ગોચર 5 રાશિના લોકોનું જીવન બદલી દેશે. તો ચાલો તમને જણાવીએ એપ્રિલ મહિનાથી કઈ કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે.

શનિના ડબલ ગોચરનો પ્રભાવ

વૃષભ રાશિ

શનિની સ્થિતિમાં જ ફેરફાર થશે તે વૃષભ રાશિના લોકોના જીવનની અનેક સમસ્યા દુર કરશે. વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સંબંધ સુધરશે. કામના વખાણ થશે અને વેપારમાં ખૂબ નફો થશે. ધન મળશે અને બચત કરવામાં પણ સફળ થશો.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને એપ્રિલથી દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. કરિયરમાં સારામાં સારો સમય શરુ થશે. કોઈ નવી તક મળે તો તેને હાથમાંથી જવા ન દો. ભવિષ્યમાં લાભ થશે. નકામા ખર્ચથી રાહત મળશે. જીવનમાં ખુશીઓ વધશે.

તુલા રાશિ

આ સમય દરમિયાન તમને ખૂબ લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પર્સનાલિટીમાં સુધારો થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઊંચુ પદ મળશે. યશ અને સંપત્તિ વધશે. કોર્ટ-કચેરીના મામલે સફળતા મળી શકે છે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિની ઢૈયા 29 માર્ચથી પુરી થઈ જશે. તેથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નોકરી બદલવાની યોજના હવે સફળ થશે. પરિવાર સાથે લાંબી દુરીની યાત્રા થઈ શકે છે. સંતાન સંબંધિત સમસ્યાનું નિરાકરણ આવશે. જીવનમાં પ્રગતિ થશે.

મકર રાશિ

મકર રાશિ માટે પણ શનિનું ગોચર અને શનિનું ઉદય થવું લાભકારી સિદ્ધ થશે. શનિની સાડાસાતી પૂર્ણ થઈ જવાથી દરેક કામ ધીરેધીરે સફળ થવા લાગશે. યાત્રા થશે. અવિવાહિતોના વિવાહ થઈ શકે છે. નોકરીમાં લાભ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news