)
Shani Margi: ન્યાય અને કર્મના દેવતા શનિદેવ હાલમાં વક્રી ગતિમાં ચાલી રહ્યા છે. દિવાળી પછી નવેમ્બરમાં શનિ સીધી માર્ગી થવા જઈ રહ્યો છે. 28 નવેમ્બરે શનિ સીધી ગતિમાં ચાલશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે શનિ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે શનિ 2027 સુધી આ રાશિમાં રહેશે. નોંધનીય છે કે, શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. શનિનું માર્ગી થવાથી શનિની સાડાસાતીની રાશિઓ પર ખાસ અસર પડશે. આ સમય દરમિયાન શનિની સાડાસાતી મીન, મેષ અને કુંભ રાશિ પર ચાલી રહી છે. શનિની વિપરીત ચાલ પછી હવે સીધી ચાલથી આ રાશિઓ માટે સારા યોગ બનાવશે. ચાલો જાણીએ, આ ત્રણ રાશિઓ પર શું અસર થશે.
મેષ રાશિ
મેષ રાશિ પર આ વર્ષે શનિની સાડાસાતી શરૂ થઈ છે. આ રાશિના જાતકો માટે આ સમય થોડી રાહત આપનારો છે. આ રાશિના જાતકોએ હાલમાં કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. સખત મહેનત કરો અને ધનલાભ થશે, પરંતુ રિલેશનશિપના મામલમાં તમારા માટે આ સારો સમય નથી.
મીન રાશિ
મીન રાશિ માટે આ સમય થોડો પડકારજનક છે. આ રાશિના જાતકોએ શાંત રહેવાની જરૂર છે. યાદ રાખો કે ધીરજથી વાત કરવાથી ફાયદો થઈ શકે છે. હેલ્થને લઈ સતર્ક રહો. આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. પરિવારમાં બધાને સાથે લઈને ચાલવાનું વિચારો.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને આર્થિક મામલામાં થોડી રાહત મળશે. શનિનું માર્ગી થવાથી તમારી આવકમાં થોડો સુધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત તમારે આર્થિક લેવડ-દેવડમાં સાવચેત રહેવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)