)
શનિદેવે લગભગ 30 વર્ષ બાદ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કર્યો છે અને 2027 સુધી આ રાશિમાં રહેશે. આ દરમિયાન તેમની ગતિમાં એનેક ફેરફાર આવશે જેની અસર પણ રાશિઓ પર પડશે. જુલાઈ મહિનામાં શનિ મીન રાશિમાં વક્રી થયા હતા અને હાલ વક્રી અવસ્થામાં છે. જ્યારે નવેમ્બરમાં તેઓ માર્ગી થશે. શનિના માર્ગી થવાથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે. નોકરી અને વેપારમાં લાભ, આર્થિક પ્રગતિ અને સ્થિરતાની સંભાવનાઓ પ્રબળ થશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ખુબ લાભકારી રહી શકે છે. ભાગ્ય ભાવમાં શનિના માર્ગી થવાથી આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. અટકેલા કામો પાર પડી શકે છે. નોકરીયાતો માટે આ સમય શુભ રહેશે. તમારા કાર્યોને બિરદાવશે. મહેનથી કંપનીને મોટો પ્રોજેક્ટ મળી શકે. નવી જવાબદારીઓ મળી શકે છે. પગાર વધારાની તક છે. વેપારની વાત કરીએ તો સારો ફાયદો થઈ શકે. અગાઉ કરેલા રોકાણથી લાભ થઈ શકે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
કુંભ રાશિ
શનિના માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોને સકારાત્મક પરિણામો મળી શકે છે. શનિ કુંભ રાશિના સ્વામી ગ્રહ છે. આ સાથે જ બીજા ભાવમાં માર્ગી થશે જેને જ્યોતિષમાં ધન અને વાણીનો ભાવ માનવામાં આવે છે. આ રાશિમાં શનિ સાડા સાતીના અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે. આકસ્મિક ધનલાભ અને અટવાયેલું ધન પ્રાપ્ત થાય તેવી પ્રબળ સંભાવના છે. વેપારમાં સારો લાભ થશે. જે જાતકોનું કરિયર વાણી, સંચાર કે માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલું હોય, તેમના માટે આ સમય વિશેષ લાભકારી રહેશે. નોકરીયાત લોકોને પ્રમોશન, નવી જવાબદારીઓ કે પ્રોજેક્ટ મળી શકે છે. વેપારીઓ માટે નવા કરાર અને નફાની તકો સામે આવશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે.
વૃષભ રાશિ
શનિની સીધી ચાલ તમારા માટે ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શનિ તમારી રાશિથી 11માં ભાવમાં રહેશે. જેને આવક અને લાભનો ભાવ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં તમારી આવકમાં સારો એવો વધારો થાય તેવી શક્યતા છે. આવકના નવા નવા સ્ત્રોત ખુલી શકે છે. સારો એવો ધનલાભ થવાની શક્યતા છે. વેપારમાં નવા સંબંધ બનશે અને કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઈનલ થઈ શકે છે. જે ભવિષ્યમાં મોટો લાભ કરાવશે અને આ સાથે અનેક ઈચ્છાઓ પૂરી થશે તથા આર્થિક સ્થિરતા વધશે. આ સમય ફક્ત ધન કમાવવા માટે તકો આપશે એટલું જ નહીં પરંતુ ધનની બચત પણ કરી શકશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)