)
Shani Rahu Ketu 2026 Effect: વર્ષ 2025 પૂર્ણ થવાનું છે અને નવું વર્ષ 2026 શરૂ થશે. બધા લોકોને વર્ષ 2026થી ઘણી આશા છે, પરંતુ જ્યોતિષીયો અનુસાર આ વર્ષ કેટલાક જાતકો પર પડકારજનક સાબિત થઈ શકે છે. આ વર્ષે શનિ, રાહુ, કેતુ, મંગળ અને ગુરૂ જેવા શક્તિશાળી ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. આ કારણે ઘણી રાશિઓના જીવનમાં તણાવ, માનસિક બેચેની અને આર્થિક સમસ્યા આવી શકે છે. ખાસ કરી કુંભ અને સિંહ રાશિના જાતકોએ પોતાની યોજનાઓ અને આર્થિક નિર્ણયમાં સાવચેતી રાખવી પડશે. અહીં વિસ્તારથી જાણો શનિ, રાહુ-કેતુ મળી કઈ રાશિના જાતકોના જીવનમાં તબાહી મચાવી શકે છે.
આ રાશિઓના હાથમાં પૈસા ટકશે નહીં
2026મા ગ્રહોની સ્થિતિ કેટલાક જાતકો માટે જોખમભરી સાબિત થઈ શકે છે. કુંભ રાશિમાં રાહુ અને મંગળના સંયોજનથી ગુસ્સો અને ઉતાવળને કારણે નુકસાન થઈ શકે છે. સિંહ રાશિના જાતકોએ કામ અને અંગત જીવનમાં દબાવનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે પૈસાના મામલામાં સાવધાની અને માનસિક સંતુલન બનાવી રાખવું મહત્વપૂર્ણ રહેશે.
કુંભ રાશિઃ પૈસા અને નિર્ણયમાં સાવધાની રાખવાની જરૂર
કુંભ રાશિના જાતકો માટે રાહુ લાંબા સમય સુધી આ રાશિમાં રહેશે અને કેટલાક મહિના માટે મંગળ પણ સાથે આવશે. તેનાથી ગુસ્સો અને ખોટા નિર્ણય લેવાની સંભાવના વધી જાય છે. કામકાજમાં ટકરાવ, મોટા સાથે મતભેદ અને માનસિક બેચેની રહી શકે છે. પૈસાના મામલામાં નુકસાનનો ખતરો રહેશે. સંબંધમાં સાચવીને બોલવું, બાકી નાની વાત મોટી બની શકે છે.
સિંહ રાશિઃ માનસિક તણાવ અને ધૈર્યની જરૂર
સિંહ રાશિના જાતકોને આ વર્ષે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુસ્સામાં લેવાયેલા નિર્ણય બાદમાં પસ્તાવાનું કારણ બની શકે છે. કામ અને અંગત જીવનમાં તણાવ વધી શકે છે. માનસિક તણાવ અને બેચેનીની સંભાવના છે. આત્મવિશ્વાસ બનાવી રાખવો અને ખોટી સંગતથી દૂર રહેવું જરૂરી રહેશે.
ગ્રહોની સ્થિતિ અને પ્રભાવ
વર્ષ 2026મા ગુરૂ, શનિ, મંગળ, રાહુ-કેતુની સ્થિતિ ઘણી રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. ગુરૂ આ વખતે બે વાર રાશિ પરિવર્તન કરશે, પહેલા કર્ક અને પછી સિંહમાં. રાહુ અને કેતુનો પ્રભાવ પણ ખતરનાક રહી શકે છે. 23 ફેબ્રુઆરી 2026ના મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ-મંગળ યુતિ (અંગારક યોગ) બનશે.
મંગળ-શનિનું સંયોજન લાવશે તણાવ અને સંઘર્ષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે મંગળ કુંભથી નીકળી મીન રાશિમાં શનિની સાથે યુતિ બનાવશે, તો આ સંયોગ સંઘર્ષ, વિઘ્નો અને માનસિક દબાવનું કારણ બની શકે છે. કેટલીક રાશિઓને આર્થિક નુકસાન, વ્યક્તિગત મતભેદ અને કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે સમજી-વિચારી નિર્ણય લો, ભાવનાઓ પર નિયંત્રણ બનાવી રાખવું જરૂરી છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.