Shani Uday 2025: એપ્રિલ મહિનામાં શનિ દેવનો થશે ઉદય, 3 રાશિના લોકોને છપ્પરફાડ ધન લાભ થાય તેવી પ્રબળ સંભાવના
Shani Uday 2025: જ્યોતિષ ગણના અનુસાર હાલ શનિ કુંભ રાશિમાં અસ્ત અવસ્થામાં છે. અસ્ત અવસ્થામાં જ આ વખતે શનિ રાશિ બદલશે. શનિ 31 માર્ચ 2025 ના રોજ મીન રાશિમાં ઉદિત થશે. શનિના ઉદય સાથે જ 3 રાશિના લોકોનો ભાગ્યોદય થશે.
Trending Photos
Shani Uday 2025: ન્યાયના દેવતા શનિની સ્થિતિ જ્યારે બદલાય છે તો તેનો પ્રભાવ 12 રાશિ પર સૌથી વધુ જોવા મળે છે. શનિનો પ્રભાવ રાશિઓ પર લાંબા સમય સુધી રહે છે. શરીરના રાશિ પરિવર્તનથી અને તેની સ્થિતિમાં ફેરફાર થવાથી કેટલીક રાશીના લોકોને લાભ થાય છે તો કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર પડે છે.
શનિ હાલ કુંભ રાશિમાં અસ્ત અવસ્થામાં ગોચર કરે છે. આ વખતે શનિ અસ્ત રહીને જ રાશિ બદલશે અને રાશિ બદલ્યા પછી શનિનો ઉદય થશે. 31 માર્ચ 2025 ના રોજ મીન રાશિમાં શનિ ઉદય થશે. મીન રાશિ ગુરુની રાશિ છે. ગુરુની રાશિમાં શનિનો પ્રવેશ અને ઉદય થવું 3 રાશીના લોકો માટે લાભકારી છે.
મેષ રાશિ
જ્યોતિષ ગણના અનુસાર શનિ આ રાશિના 12માં ભાવમાં ઉદય થશે. જેના કારણે જીવનમાં આવી રહેલી સમસ્યાઓનો અંત આવશે. એકાગ્રતા વધશે અને જીવનમાં ખુશીઓ આવશે. નોકરી કરતા લોકોને નવી તક પ્રાપ્ત થઈ શકે છે. વિદેશથી આર્થિક લાભ મળવાની સંભાવના. માનસિક શાંતિ રહેશે. કોર્ટ કચેરી સંબંધિત કાર્ય થશે. પિતા સાથે સંબંધ સુધરશે. ધાર્મિક યાત્રાના પણ યોગ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શનિનો ઉદય થવું શુભ છે. શનિ આઠમા અને નવમા ભાવના સ્વામી થઈને દસમા ભાવમાં ઉદય થશે. જેના કારણે કારકિર્દીમાં ઉન્નતિના યોગ બનશે. ગુરુ, માતા, પિતા અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. અગાઉ કરેલા પ્રયત્નો રંગ લાવશે. સમાજમાં માન સન્માન વધશે. વિદેશ યાત્રાની તક પણ મળી શકે છે. આયાત નિકાસના વેપારમાં લાભ થશે. કારોબાર ઝડપથી વધશે. સંપત્તિ લેવાનું સપનું પૂરું થઈ શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. ઘરમાં શાંતિ વધશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ શનિનો ઉદય થવું અત્યંત લાભકારી રહેશે. શનિની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને આત્મવિશ્વાસ વધશે. અધ્યાત્મ તરફ ઝુકાવ વચ્ચે અને જીવનમાં સકારાત્મકતા આવશે. ઉચ્ચ શિક્ષણ ઈચ્છુક લોકો માટે સમય અનુકૂળ. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. ભાગ્યનો સાથ મળશે રોકાણ લાભકારી સાબિત થશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. બચત થઈ શકશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે