)
Motivational Quotes: દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ચારેતરફથી નિરાશ થઈ જાય, ચારેતરફથી નિષ્ફળતાનો સામનો કરવો પડે. આ સ્થિતિમાં મનમાં નકારાત્મકતા વધી જાય છે અને હિંમત પણ જવાબ દઈ જાય છે. જીવનમાં ચારેતરફ અંધકાર છે તેવું લાગે તો નિરાશ થવાને બદલે શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં કહેલી આ વાતો યાદ કરવી.
જ્યારે જીવનના બધા જ રસ્તા બંધ થવા લાગે અને કંઈ સમજાય નહીં તો અન્ય કોઈ પાસે મદદ માટે જવાને બદલે શ્રીકૃષ્ણને યાદ કરી અને શ્રીકૃષ્ણની જ કહેલી આ વાતોની યાદ કરવી. આ વાતોથી તમને જીવનની જંગ લડવા માટે હિંમત મળી જશે.
1. જીવનમાં જ્યારે ચારેતરફથી હાર સામે આવે તો યાદ રાખો કે પરમાત્મા તમને કષ્ટ પાસે લઈ આવ્યા છે તો તે કષ્ટમાંથી પાર પણ પાડી દેશે.
2. એક વાત હંમેશા યાદ રાખવી કે આ પૃથ્વી લોક પર કોઈ સાથ આપતું નથી. તમારી લડાઈ તમારે પોતે જ લડવી પડે છે અને પોતે જ સમજવું પડે છે.
3. પરેશાનીઓથી ઘેરાઈ જાવ તો એક વાત યાદ રાખવી કે અશાંત મનમાંથી ફક્ત સમસ્યા જ જન્મ લેશે. સમાધાન શોધવા માટે ચહેરા પર સ્મિત લાવવું પડશે.
4. ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા અનુસાર જે થઈ રહ્યું છે તેને થવા દેવું. ઈશ્વરે તમારા માટે તમારા વિચાર કરતાં સારું જ વિચારેલું હોય છે.
5. જીવનમાં હતાશ થવાને બદલે એવું વિચારો કે જો પરિસ્થિતિ તમારા કાબુમાં નથી તો વિશ્વાસ કરો કંઈ સારું થવાની તૈયારી છે.
6. જીવનમાં આ વાત કંઠસ્થ કરી લો કે નિંદાથી ગભરાઈને પોતાના લક્ષ્યને છોડી ન દો. લક્ષ્ય પ્રાપ્ત કરતાં જ નિંદા કરનારાઓના વિચાર પણ બદલી જશે.
7. જીવનમાં જ્યારે એવું લાગે કે હારી ગયા છો ત્યારે યાદ કરવું કે વ્યક્તિ જે ધારે તે બની શકે છે. બસ વિશ્વાસ રાખી ઈચ્છિત વસ્તુ પર સતત ચિંતન કરવું.
8. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. ભવિષ્યની ચિંતા કરવી નહીં. વર્તમાનમાં જીવવું.
9. કોઈપણ મનુષ્યની સ્થિતિ હંમેશા એક જેવી નથી રહેતી. પરિસ્થિતિ હંમેશા બદલે છે. તેથી મનુષ્યએ હિંમત હારવી નહીં.
10. જે વ્યક્તિ પોતાના ગુણ અને ખામીઓને જાણી લે છે તે પોતાના વ્યક્તિત્વ નિર્માણમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)