)
Shukra Ast Rashifal: વૈદિક જ્યોતિષ અનુસાર નવગ્રહમાંથી 6 ગ્રહ એવા છે જે સમયે સમયે ઉદય અને અસ્ત થતા રહે છે. ગ્રહો જ્યારે ગોચર દરમિયાન સૂર્યની નજીક આવે છે તો સૂર્યના તેજના કારણે તે ગ્રહનો પ્રભાવ ઘટી જાય છે. આ સમય દરમિયાન ગ્રહ અસ્ત થયો ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આગામી દિવસોમાં શુક્ર ગ્રહ અસ્ત થશે. શુક્ર ગ્રહ 11 ડિસેમ્બર 2025 ના રોજ અસ્ત થશે. આ વખતે શુક્ર ગ્રહ 53 દિવસ સુધી અસ્ત રહેશે. અસ્ત થયા પછી શુક્ર 1 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદય થશે.
53 દિવસ સુધી શુક્ર ગ્રહનું અસ્ત થવું વિશેષ જ્યોતિષ્ય ઘટના છે. શુક્ર ગ્રહ સુખ, વૈભવ, પ્રેમ, એશ્વર્ય અને વૈવાહિક સુખનો કારક ગ્રહ છે. શુક્ર અસ્ત થવાથી લોકોના જીવનના આ ક્ષેત્ર પર અસર થશે. સામાન્ય રીતે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો તેનો પ્રભાવ ઘટી જતો હોય છે પરંતુ શુક્રના અસ્ત થવાથી ત્રણ રાશિવાળાઓના જીવન પર સકારાત્મક અસર વધી જશે. એટલે કે શુક્રના અસ્ત થયા પછી પણ આ રાશિઓને લાભ થશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો જાણીએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શુક્રનું અસ્ત થવું વિશેષ સમયની શરૂઆત થશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે અને લક્ષ્ય પ્રાપ્તિ પ્રત્યે સમર્પિત થઈ શકશો. વેપાર અને કરિયરમાં સફળતાના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીઓ આવશે. દાંપત્યજીવન સારું રહેશે. ઘરમાં એકતા અને પ્રેમ વધશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સારો.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ શુક્રનું અસ્ત થવું શુભ છે. આ રાશિના લોકોના સંબંધોમાં મધુરતા આવશે. લવ લાઈફ સુધરશે. પ્રિયજન સાથે સારો સમય પસાર થશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. નવી જાણકારીઓ પ્રાપ્ત કરી શકશો. કાર્ય ક્ષેત્રમાં સારા અવસર મળશે પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. કરજથી મુક્તિ મળી શકે છે.
મકર રાશિ
શુક્રનું અસ્ત થવું મકર રાશિ માટે પણ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન મહેનતનું ફળ મળવા લાગશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જુના રોકાણથી લાભ મળવાની સંભાવના. અંગત જીવનમાં સંતોષ અને સુખનું વાતાવરણ રહેશે. ધન સંબંધિત બાબતોમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. કામમાં નવી શરૂઆતની સંભાવના. જીવનમાં ખુશહાલી રહેશે. આત્મવિશ્વાસ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)