Dwidwadash Yog: 17 મેથી બુધ-શુક્ર બનાવશે શક્તિશાળી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ભાગ્યનો સાથ અને આર્થિક લાભ

Dwidwadash Yog May 2025: 17 મે થી બુધ અને શુક્ર અત્યંત શુભ યોગ બનાવશે. આ યોગ  5 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. આ રાશિઓને કારોબાર અને કરિયરમાં લાભ કરાવશે. સાથે જ આર્થિક સ્થિતિને મજબૂત કરશે.
 

Dwidwadash Yog: 17 મેથી બુધ-શુક્ર બનાવશે શક્તિશાળી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ભાગ્યનો સાથ અને આર્થિક લાભ

Dwidwadash Yog May 2025: શનિવાર અને 17 મે 2025 ના રોજ બુધ અને શુક્ર એકબીજાથી 30 ડિગ્રીની કોણીય સ્થિતિમાં આવી શુભ યોગ બનાવશે. ગ્રહોની આ કોણીય સ્થિતિને જ્યોતિષ શાસ્ત્રમાં દ્વિ દ્વાદશ યોગ કહેવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બુધ ગ્રહ બીજા ભાવમાં અને શુક્ર ગ્રહ બારમા ભાવમાં હોય છે. 

બુધ અને શુક્રનો દ્વિદ્વાદશ યોગ જ્યોતિષ શાસ્ત્રમાં શુભ ગણાય છે. કારણ કે બુધ અને શુક્ર બંને શુભ ગ્રહ છે. બુધ અને શુક્ર શુભ યોગ બનાવે છે તો તેનાથી રાશિઓને ધન લાભ થાય તેની સંભાવના વધારે પ્રબળ થઈ જાય છે. આ યોગથી પણ 5 રાશિના લોકોને લાભ થશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.

બુધ શુક્રના દ્વિ દ્વાદશ યોગની રાશિઓ પર અસર

મિથુન રાશિ

બુધ આ રાશિનો સ્વામી ગ્રહ છે. દ્વિ દ્વાદશ યોગ માનસિક સ્પષ્ટતા અને રચનાત્મક વિચારમાં વૃદ્ધિ કરાવશે. કામકાજમાં નવા વિચાર અને નવી યોજના સામે આવી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનું સમર્થન મળશે. વ્યવસાયમાં નવીનતા લાવી શકશો. કાર્યક્ષેત્રમાં લાભ થશે. 

કન્યા રાશિ

આ રાશિના લોકોની કાર્યસ્થળ પર કુશળ સંગઠનાત્મક ક્ષમતા વધશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં નેતૃત્વની જવાબદારી મળી શકે છે. વેપારી વર્ગ નવા સંપર્ક બનાવી શકે છે. મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.

તુલા રાશિ

શુક્રની રાશિ તુલા છે. આ રાશિના લોકોની કારર્કિદી આકાશને આંબશે. ઓફિસમાં વ્યવહાર સૌમ્ય રહેશે. કાર્યશેલીના વખાણ થશે. કાર્યમાં સંતુલન આવશે. મહત્વના કાર્યોમાં સફળતા મળશે. 

મકર રાશિ

બુધ શુક્રનો સંયોગ આ રાશિના લોકોને નવી જવાબદારીઓ અને અવસર આપી શકે છે. કાર્યસ્થળ પર નવી ભૂમિકા મળી શકે છે. વિદેશ જવાની તક મળી શકે છે. વેપારીઓને પાર્ટનરશિપનો પ્રસ્તાવ આવી શકે છે જે લાભકારી હોય શકે છે. 

મીન રાશિ

બુધ અને શુક્રનો દ્વિ દ્વાદશ યોગ આ રાશિના લોકોની રચનાત્મકતા વધારશે. ડિઝાઈનીંગ, સંગીતનું કામ કરતા લોકોને સફળતા મળશે. ઓફિસમાં શાંત સ્વભાવના કારણે સફળતા મળશે. કરિયરમાં ફેરફાર અંગે જે લોકો વિચારે છે તેમને નવી દિશાનો સંકેત મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news