Shukra Margi 2025: ધન-વૈભવ આપનાર શુક્ર આ તારીખથી મીન રાશિમાં થશે માર્ગી, પલટી નાખશે 3 રાશિઓનું ભાગ્ય
Shukra Margi 2025: મીન રાશિમાં શુક્ર સીધી ચાલ ચાલવાનું શરુ કરશે એટલે કે શુક્ર વક્રીમાંથી માર્ગી થશે. શુક્રના માર્ગી થવાથી 3 રાશિના લોકો પર ધનનો વરસાદ શરુ થશે. આ 3 રાશિઓને શુક્ર કેવું ફળ આપશે ચાલો જાણીએ.
Trending Photos
Shukra Margi 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌંદર્ય, પ્રેમ, કલા અને ધન-વૈભવ આપનાર ગ્રહ શુક્ર સમયે-સમયે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. રાશિમાં ગોચર કરતી વખતે શુક્ર ગ્રહ વક્રી અને માર્ગી પણ થાય છે. ગ્રહ જ્યારે વક્રી થાય છે તો તે ઉલટી ચાલ ચાલે છે અને માર્ગી અવસ્થામાં ગ્રહની ચાલ સીધી હોય છે.
શુક્ર ગ્રહ હાલ વક્રી અવસ્થામાં છે અને પંચાંગ અનુસાર એપ્રિલ મહિનામાં શુક્ર માર્ગી થશે. 13 એપ્રિલ 2025 અને રવિવારે શુક્ર મીન રાશિમાં માર્ગી થશે. શુક્ર ગ્રહ સવારે 6.31 મિનિટે મીન રાશિમાં માર્ગી થશે. જેના કારણે 3 રાશિના લોકોને શુક્ર શુભ ફળ આપશે.
શુક્રની માર્ગી ચાલ આ 3 રાશિઓ માટે શુભ
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને માર્ગી શુક્ર લાભ કરાવશે. મીન રાશિમાં શુક્ર માર્ગી થઈને વેપારમાં વૃદ્ધિ કરાવશે. આ સમય દરમિયાન ધન વૃદ્ધિ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિના યોગ બનશે. ઘર-પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ શુક્રનું માર્ગી થવું શુભ છે. જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. પ્રમોશનની વાત આગળ વધી શકે છે. ધન લાભના પણ યોગ છે. વાદ-વિવાદ દુર થશે. સમાજમાં માન-સન્માન વધશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે.
કુંભ રાશિ
અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરિવારના લોકો સાથે સંબંધ સુધરશેય કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓ માટે સમય સારો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે