Shukra Gochar 2025: શુક્ર કરશે પાપી ગ્રહ રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ યુતિથી આ 3 રાશિ થશે માલામાલ, હોળી પહેલા મળશે ખુશખબરી

Shukra Gochar 2025: હોળી પહેલા 3 રાશિના લોકોને મોટી ખુશખબરી મળી શકે છે. કારણ કે શુક્ર ગ્રહ પોતાના મિત્ર રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર 3 રાશિઓ માટે ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. 
 

Shukra Gochar 2025: શુક્ર કરશે પાપી ગ્રહ રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ યુતિથી આ 3 રાશિ થશે માલામાલ, હોળી પહેલા મળશે ખુશખબરી

Shukra Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલ પર પોતાનું નક્ષત્ર બદલે છે. નક્ષત્ર પરિવર્તનની પણ દરેક રાશિ પર અસર થાય છે. નક્ષત્ર પરિવર્તન જો રાશિને અનુકૂળ હોય તો વ્યક્તિ અચાનક ધનવાન પણ બની શકે છે. જ્યારે નક્ષત્ર પરિવર્તન અશુભ ફળ આપતું હોય તો વ્યક્તિ દરિદ્ર પણ બની જાય છે. પ્રભાવશાળી ગ્રહ જ્યારે પોતાના મિત્ર ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો આ પ્રકારની ઊથલપાથલ સર્જાઇ શકે છે. આવું જ નક્ષત્ર પરિવર્તન 12 માર્ચે થશે. 

12 માર્ચ 2025 ના રોજ શુક્ર ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના અધિપતિ રાહુગ્રહ છે. રાહુ ગ્રહ સાથે શુક્રનો મૈત્રી સંબંધ છે. તેથી આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિ માટે અનુકૂળ સાબિત થશે. આ રાશિઓ કઈ છે અને તેમને કેવું ફળ મળશે ચાલો તમને જણાવીએ. 

મેષ રાશિ 

શુક્રનું નક્ષત્ર પરિવર્તન આકસ્મિક ધન લાભના યોગ બનાવશે. સંપત્તિથી લાભ મળી શકે છે. રોકાણથી સારું રિટર્ન મળશે. આવકના સાધન વધશે. બચત કરવામાં સફળતા મળશે. સંતાનના અભ્યાસને લઈને ચિંતા દૂર થશે. માતા-પિતાના આશીર્વાદ અને સહયોગ મળશે. સમાજમાં માન સન્માન વધશે.

કર્ક રાશિ 

સનાતન ધર્મના વિદ્વાનો અનુસાર શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના લોકોને આર્થિક સ્થિતિ પર સકારાત્મક પ્રભાવ પાડશે. કાર્ય સ્થળ પર મહેનતની પ્રશંશા થશે. પ્રમોશન પણ મળી શકે છે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. બેરોજગાર યુવાનોને નોકરી મળી શકે છે. પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 

તુલા રાશિ 

શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના લોકોની બધી જ મનોકામના પૂરી કરી શકે છે. અટકેલા કાર્યો પૂરા થશે અને ધાર્મિક કાર્યો તરફ વૃદ્ધહાન વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારે છે તેમના માટે સારો સમય. બિઝનેસમેનને મોટો ઓર્ડર મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news