)
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, કામુકતાઅને લક્ઝરીના કારક ગણવામાં આવે છે. આથી જ્યારે પણ શુક્રની ચાલમાં પરિવર્તન થાય છે ત્યારે આ ક્ષેત્રો પર ખાસ અસર પડે છે. અત્રે જણાવવાનું કે વૈભવના દાતા શુક્ર ગ્રહ ફેબ્રુઆરીમાં ઉદિત થશે. શુક્ર મકર રાશિમાં ઉદિત થશે. આવામાં શુક્રના ઉદિત થવાનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. પરંતુ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
વૃષભ રાશિ
શુક્ર ગ્રહનું ઉદિત થવું એ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ભાગ્ય અને વિદેશ સ્થાનમાં ઉદિત થશે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે. તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. આ સાથે જ આ સમયગાળાાં તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયગાળામાં કરાયેલા પ્રયત્નથી સારા લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન મુસાફરી અને નવા સંપર્ક તમારા માટે લાભકારી રહી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શુક્ર દેવનું ઉદય થવું એ શુભ ફળ આપનારું બની શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીથી કરિયર અને કારોબારના સ્થાન પર ઉદિત થશે. આથી આ સમય તમને કામકાજમાં સારી એવી પ્રગતિ અપાવી શકે છે. આ સાથે જ રોકાણ કે પ્રોપર્ટી સંલગ્ન નિર્ણય તમારા માટે ફાયદાકારક રહી શકે છે. વેપાર સાથે જોડાયેલા જાતકોને વેપારમાં લાભની તકો મળી શકે છે. પરિવાર અને સામાજિક જીવનમાં સંતોષ રહેશે. તમારી સર્જનાત્મક યોજનાઓ અને રોકાણ આ સમય દરમિયાન લાભકારી સિદ્ધ થઈ શકે છે. પિતા સાથે સંબંધ મજબૂત થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે પણ શુક્રનું ઉદય થવું લાભકારી રહી શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીથી 11માં ભાવે ઉદિત થશે. આ દરમિયાન તમારા પ્રોફેશનલ જીવનમાં પ્રગતિના યોગ છે. જે લોકો કોમ્યુનિકેશન, કળા, સંગીત, એક્ટિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય શુભ ફળ આપનારો રહી શકે છે. આ દરમિયાન નવા કાર્ય કરવાનો ઉત્સાહ રહેશે. આ સમયગાળામાં જૂના રોકાણ કે ધન સંબંધિત મામલાઓમાં સફળતા મળી શકે છે. તમે તમારા લક્ષ્યાંકો તરફ ઝડપથી આગળ વધશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)