)
Radha Ashtami 2025: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી એટલે કે ભાદરવા મહિનાની અષ્ટમીની તિથિ પર રાધા રાનીનો જન્મોત્સવ એટલે કે રાધાષ્ટમી ઉજવાય છે. આ વર્ષે રાધાષ્ટમી 31 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાધાજીની પૂજા કરવાની સાથે કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિ, લગ્ન જીવનની સમસ્યા દુર થઈ શકે છે. આ ઉપાયો કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ સ્થાપિત થઈ શકે છે. રાધા રાની કૃપા સાથે શ્રીકૃષ્ણના પણ આશીર્વાદ મળે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ રાધાષ્ટમીના ઉપાયો વિશે.
રાધાષ્ટમીના ચમત્કારી ઉપાય
લગ્નજીવનમાં સતત સમસ્યાઓ આવતી હોય અથવા કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થવામાં બાધા આવતી હોય તો રાધા અષ્ટમી પર આ ઉપાય કરવો જોઈએ. આ દિવસે રાધાજીની વિધિવત પૂજા કરવી અને આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો. " ઓમ હ્રીં શ્રીં રાધિકાયૈ નમ: "
ઈચ્છિત પ્રેમ પ્રાપ્ત કરવાનો ઉપાય
રાધા અષ્ટમીના દિવસે એક ભોજપત્ર લઈ તેના પર ચંદનથી પોતાના પ્રેમી કે પ્રેમિકાનું નામ લખી રાધા રાનીના મંદિરમાં ચઢાવો. તેનાથી ઈચ્છિત પ્રેમની પ્રાપ્તિની કામના પુરી થઈ જાય છે.
સુખી દાંપત્યજીવન માટે ઉપાય
દાંપત્યજીવન અને પ્રેમ જીવનમાં પ્રેમ જળવાઈ રહે તે માટે રાધાષ્ટમીના દિવસે રાધા-કૃષ્ણના મંદિરમાં જવું અને ત્યાં શ્રદ્ધાપૂર્વક ભગવાનને અત્તર અર્પણ કરો. બાકી બચેલું અત્તર ઘરે લાવો અને રોજ તેને લગાવો. દાંપત્યજીવનમાં પ્રેમ વધતો જશે.
દાંપત્યજીવનનો ક્લેશ દુર કરવાનો ઉપાય
રાધાષ્ટમી પર આ ઉપાય કરવાથી વૈવાહિક જીવનનો ક્લેશ દુર થઈ શકે છે. તેના માટે એક સફેદ રંગનું કપડું લઈ તેમાં 5 કેળા બાંધવા. આ કેળા રાધા-કૃષ્ણ મંદિરમાં જઈ પધરાવી દેવા. આ કામ કરવાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે અને ક્લેશ દુર થશે.
ઘરમાં સુખ-શાંતિ માટે ઉપાય
રાધાષ્ટમીના દિવસે રાધા-કૃષ્ણના મંદિરમાં જઈ કપૂર અર્પણ કરો. ત્યાંથી થોડું કપૂર ઘરે લઈ આવવું અને રોજ બેડરુમમાં સળગાવવું. તેનાથી પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)