)
Sun Transit 2025 Horoscope: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર 1 મહિને રાશિ પરિવર્તન કરે છે. 16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. શ્રાવણ મહિના પહેલા સૂર્યનું આ રાશિ પરિવર્તન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રની રાશિ કર્કમાં સૂર્યનો પ્રવેશ કેટલીક રાશિઓના જીવનમાં ઊથલપાથલ મચાવી દેશે.
રાશિચક્રની કેટલીક રાશિઓ એવી છે જેમને આ ગોચર દરમ્યાન અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સૂર્ય કર્ક રાશિમાં 17 ઓગસ્ટ સુધી રહેશે ત્યાં સુધી આ રાશિઓના લોકોએ આર્થિક વ્યવહારોમાં સંભાળીને આગળ વધવું. આ રાશીઓ કઈ છે અને સૂર્ય ગોચર દરમિયાન અશુભ પ્રભાવોને ટાળવા કયા ઉપાયો કરવા ચાલો જણાવીએ.
મેષ રાશિ
સૂર્ય ગોચર મેષ રાશિના ચોથા ભાવને પ્રભાવિત કરશે. આ ગોચર પારિવારિક જીવનમાં અસ્થિરતા. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ અને સંપત્તિ સંબંધિત વિવાદ ઉત્પન્ન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે, માનસિક તણાવનો સામનો પણ કરવો પડી શકે છે. સૂર્યની અશુભ અસરોને ટાળવા ઓમ સુર્યાય નમઃ મંત્રનો રોજ 108 વખત જાપ કરવો.
મિથુન રાશિ
મિથુન રાશિના બીજા ભાવને સૂર્ય ગોચર અસર કરશે. આ સમય દરમિયાન આર્થિક મામલામાં સાવધાની રાખવી જરૂરી હશે. બિનજરૂરી ખર્ચા વધી શકે છે. વાણીની કઠોરતાના કારણે સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી. સૂર્યની અશુભ અસરોને ટાળવા જરૂરીયાત મંદોમાં ઘઉં અથવા ગોળનું દાન કરવું અને ઓમ ધૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે પણ સૂર્ય ગોચર અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે. ખાસ તો પેટ અથવા ત્વચા સંબંધિત તકલીફો વધી શકે છે. આર્થિક નુકસાન અને કાર્ય સ્થળ પર તણાવનો સામનો કરવો પડી શકે છે. યાત્રા દરમિયાન ખાસ સાવધાની રાખવી. સૂર્યની અશુભ અસરોને ટાળવા રોજ આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો.
મકર રાશિ
મકર રાશિના સાતમા ભાવને સૂર્ય ગોચર પ્રભાવિત કરશે. આ ગોચર વૈવાહિક જીવનમાં તણાવ અને પાર્ટનરશીપમાં મતભેદ થવાનો સંકેત કરે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના. સાંધા કે હાડકા સંબંધિત સમસ્યા થઈ શકે છે. સૂર્ય કૃપા પ્રાપ્ત કરવા સૂર્ય યંત્રની રોજ પૂજા કરવી અને રવિવારે ગોળનું દાન કરી શકાય છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના નવમા ભાવને સૂર્ય ગોચર અસર કરશે. આ રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે, પરંતુ કેટલીક બાબતોમાં પરિણામ અશુભ સાબિત થઈ શકે છે. કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે તણાવ નોકરીમાં બાધા ઉત્પન્ન કરી શકે છે. 17 ઓગસ્ટ સુધી આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવાની જરૂર છે. શિવલિંગ પર રોજ દૂધ અથવા જળ અર્પણ કરો..
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)