)
Surya Gochar November 2025 Rashifal: ગ્રહોના રાજા સૂર્ય દર થોડા દિવસે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જ્યારે સૂર્યનું નક્ષત્ર કે રાશિ પરિવર્તન થાય છે તો તેનો પ્રભાવ દેશ-દુનિયા વાતાવરણની સાથે દરેક રાશિ પર પણ જોવા મળે છે. આ ક્રમમાં નવેમ્બર મહિનામાં સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરશે. 6 નવેમ્બર અને ગુરુવારના રોજ સૂર્ય ગુરુના નક્ષત્ર વિશાખામાં પ્રવેશ કરશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને લાભ થાય તેવા યોગ સર્જાશે.
વિશાખા નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ છે. ગુરુના નક્ષત્રમાં સૂર્યનું ગોચર મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. આ ગોચરથી ત્રણ રાશિના જાતકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. આ રાશિઓને જ્ઞાન, સન્માન અને યશ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ ધન સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે. તો ચાલો જાણીએ આ ત્રણ લકી રાશીઓ કઈ છે.
મેષ રાશિ
6 નવેમ્બરે થનાર સૂર્ય ગોચર મેષ રાશિના જાતકોના જીવનમાં નવી તકો લાવી શકે છે. આત્મવિશ્વાસ વધશે, અટકેલા કામોમાં ગતિ આવશે. વેપાર-વ્યવસાય સંબંધિત લાભ થઈ શકે છે. અંગત જીવનમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકૂળ. કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ આ ગોચર શુભ છે. રોકાણથી લાભ થઈ શકે છે. પરિવારમાં સન્માનનું વાતાવરણ બનશે. કારકિર્દીમાં ઉન્નતી જોવા મળી શકે છે. સામાજિક છબી મજબૂત થશે. નવા અવસર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. અટકેલું ધન પરત મળે તેવી સંભાવના. વિદ્યાર્થીઓ માટે સમય શુભ. માનસિક શાંતિ બની રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પણ આ ગોચર સકારાત્મક રહેશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓમાં ગતિ આવી શકે છે. ધન સંપત્તિ વધી શકે છે. વેપાર-નોકરીમાં મોટી સફળતા મળી શકે છે. પારિવારિક સંબંધ સુધરશે. કાર્યક્ષેત્રમાં મહેનતની સરાહના થશે. સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ થશે. માનસિક સ્થિરતા પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)