)
Surya Grahan 2025: સૂર્ય ગ્રહણનો સમય મહત્વપૂર્ણ હોય છે. વર્ષ 2025 નું છેલ્લું સૂર્યગ્રહણ ગણતરીના દિવસોમાં થવાનું છે. આ ગ્રહણ આંશિક સૂર્ય ગ્રહણ હશે જેનો અર્થ છે કે ચંદ્ર સૂર્યના થોડા જ ભાગને ઢાંકશે. પંચાંગ અનુસાર વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ક્યારે લાગશે, તેનો પ્રભાવ કેવો હશે અને ગ્રહણ દરમિયાન શું કરવું ચાલો તમને જણાવીએ.
ક્યારે છે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ?
જ્યોતિષ ગણના અનુસાર વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ લાગશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીંય સૂર્ય ગ્રહણ મોડી રાત્રે 10.59 મિનિટથી શરુ થશે અને ગ્રહણનો મોક્ષ સમય બ્રહ્મ મુહૂર્તમાં 3.23 મિનિટ પર હશે.
આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે. ધાર્મિક માન્યતા અનુસાર સૂતક ત્યારે જ માન્ય ગણાય જ્યારે ગ્રહણ આપણા ક્ષેત્રમાં દેખાવાનું હોય આ જ કારણ છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન ભારતમાં મંદિરના કપાટ બંધ નહીં રહે.
ગ્રહણ દરમિયાન કઈ વાતોનું રાખવું ધ્યાન
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ સમયે નકારાત્મક ઊર્જાનો સંચાર વધી જાય છે તેવામાં માનસિક શાંતિ જાળવી રાખો અને વૈદિક મંત્રોનો જાપ કરો.
- ભલે આ સૂર્ય ગ્રહણનો સૂતક કાળ માન્ય નથી પરંતુ ગ્રહણના સમય દરમિયાન ભોજન કે જલ ગ્રહણ કરવું નહીં.
- ગર્ભવતી મહિલાઓ એ ગ્રહણ દરમિયાન વિશેષ સાવધાની રાખવી. તેમણે ગ્રહણ સમયે ઘરની અંદર જ રહેવું.
- ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરી પૂજા પાઠ કરીને જ દિવસના કામની શરુઆત કરવી.
- ગ્રહણ દરમિયાન ॐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમ: મંત્રોનો જાપ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)