)
Sun Transit 2025 Horoscope: 6 જુલાઈ 2025 અને રવિવારે સવારે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ દરમિયાન સૂર્ય મિથુન રાશિમાં હશે. આ રાશિમાં સૂર્ય ગુરુ સાથે યુતિ બનાવશે. ખાસ વાત એ છે કે પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગ્રહ પણ ગુરુ છે. આ નક્ષત્ર નવીકરણ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસનું પ્રતિક છે. સૂર્યની ઊર્જા અને ગુરુની સકારાત્મકતા સાથે મળી 7 રાશિના લોકોને વિશેષ લાભ કરાવી શકે છે.
7 જુલાઈ પછીનો સમય આ 7 રાશિના લોકોના જીવનનો ખાસ અને યાદગાર સમય બની શકે છે. આ સમય દરમિયાન નવી શરુઆત, આત્મવિશ્વાસ, પ્રગતિની તકો લઈને આવશે. તો ચાલો જાણીએ સૂર્યના નક્ષત્ર પરિવર્તનથઈ કઈ રાશિઓને લાભ થવાનો છે.
મેષ રાશિ
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ત્રીજા ભાવમાં થશે જેના કારણે આ રાશિના લોકો ઊર્જા અને ઉત્સાહથી છલોછલ રહેશે. વિચારોને આત્મવિશ્વાસ સાથે વ્યક્ત કરી શકશો. યોજનાઓ સફળ થશે. પરિવાર સાથે સંબંધ મજબૂત થશે. નવી શરુઆત કરવા માટે સમય સારો.
મિથુન રાશિ
સૂર્યનું ગોચર પ્રથમ ભાવમાં થશે જે ભાવ સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ દર્શાવે છે. આ સમય ગોલ્ડન ચાન્સ સાથે આવશે. આત્મવિશ્વાસ ચરમ પર હશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. બુદ્ધિમત્તા અને દૂરદર્શિતાના કારણે કરિયરમાં પ્રગતિ થશે. નવી શરુઆત કરવા માટે શાનદાર સમય છે. આ સમયનો લાભ લેવો.
સિંહ રાશિ
સૂર્યનું ગોચર 11 માં ભાવમાં થશે. આ ગોચર સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ લાભકારી છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. સામાજિક સંબંધો મજબૂત થશે. સૂર્યના ગોચરથી સિંહ રાશિના લોકોની મહત્વકાંક્ષાઓ પુરી થવાની સંભાવના છે.
કન્યા રાશિ
સૂર્યનું ગોચર કરિયર અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડાયેલું છે. કરિયરમાં ઉન્નતિ થશે અને સમાજમાં માન-સન્માન વધશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી, વ્યવસાયમાં સફળતા મળી શકે છે. અહંકાર કરવાથી બચશો તો સમય શાનદાર છે. આ સમયનો લાભ સારી રીતે લઈ શકો તે માટે અન્ય સાથે તાલમેલ બનાવી રાખો.
તુલા રાશિ
સૂર્યનું ગોચર નવમ ભાવમાં થવાનું છે જે ભાગ્ય, ઉચ્ચ શિક્ષા, લાંબી યાત્રા સંબંધિત છે. આ સમય ભાગ્યશાળી રહેશે. વિદેશ યાત્રાની તક પ્રાપ્ત થઈ શકે છે. આ યુતિથી આત્મવિશ્વાસ વધશે. જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો.
ધનુ રાશિ
આ ગોચર સાતમા ભાવમાં થશે. જેના કારણે પાર્ટનરશિપ અને મેરિડ લાઈફ માટે અનુકૂળ સમય. ભાગીદારીના બિઝનેસમાં લાભ થશે. લગ્નજીવનમાં ખુશીઓ વધશે. આ સમય દરમિયાન સંબંધોમાં સ્થિરતા આવશે.
મકર રાશિ
સૂર્ય ગોચર છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે. આ ભાવ શત્રુ, સ્વાસ્થ્ય અને સ્પર્ધાનો છે. આ સમય દરમિયાન શત્રુ પર વિજય પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમાં અને પરીક્ષામાં સફળતા મળશે. કાર્યોમાં સ્થિરતા આવશે. પડકારોનો સામનો સરળતાથી કરી શકશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)