હાથની રેખાઓ આપે છે બીમારીનો સંકેત,આવી રીતે આપણને થાય છે જાણ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે,હાથની રેખાઓથી તમે તમારુ ભાગ્ય જાણી શકો છો પરંતુ અમે તમેને આજે આવી માહિતી આપવાના છે કે જે માહિતી જાણીને તમે ચોકી જશો.  

Updated By: Jan 19, 2021, 05:51 PM IST
હાથની રેખાઓ આપે છે બીમારીનો સંકેત,આવી રીતે આપણને થાય છે જાણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વ્યક્તિ માટે સ્વાસ્થ્ય જ જીવનનું સૌથી મોટું ધન છે.સ્વસ્થય વ્યક્તિ તેના દ્રઢ નિર્ણય અને કઠોર મહેનતથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.હથેળીમાં કોઈ એવી રેખા હોય છે જે થોડા જ સમય માટે આવે છે.આ સમય પર તમારે સતર્ક રહેવું જોઈએ.આવી રેખા તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાનો સંકેત આપે છે.

હાથ રેખાનું વિજ્ઞાન-
હાથ રેખાના શાસ્ત્ર મુજબ વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા,જીવન રેખાની જેમ આરોગ્ય રેખા હોય છે.આરોગ્ય રેખા જાણીને વ્યક્તિના સ્વાસ્થ્ય જાણકારી મેળવી શકાય છે.આ સાથે જ કઈ બિમારીઓની આશંકાઓ છે તેનો પણ અંદાજ લગાવી શકાય છે. જો હથેળીમાં ગુરૂ અને બુધ પર્વતની આસ-પાસની આંગળીયો નાની હોય  અથવા તેના પર આડી રેખાઓ હોય અથવા બન્ને પર્વતો પર જાળી બનેલી હોય તો તે વ્યક્તિને સ્વાસ્થ્ય અંગેની તકલિફો ભોગવવી પડે છે.આ પ્રકારના વ્યક્તિઓને ડાયાબિટીસ,લિવર અથવા થાયરોડની બિમારી થવાની શક્યતા છે.

જો કોઈ વ્યક્તિની આંગળીઓ અને ખાસ કરીને અંગોઠો નાનો હોય અથવાતો પાતળો હોય તો તેવા વ્યક્તિમાં આત્મ વિશ્વાસ ઓછો હોય છે.સાથે જ આ પ્રકારના વ્યક્તિની ઈમ્યુનિટી ઓછી હોવાના કારણે તેમનામાં રોગથી લડવાની શક્તિ ઓછી હોય છે.આ ઉપરાંત આ પ્રકારના વ્યક્તિઓમાં મોટા ભાગે સંતાન સુ:ખનો અભાવ જોવા મળે છે. જો કોઈ વ્યક્તિની હૃદય રેખા પર પહેલેથી સાંકળ બનતી જોવા મળે અથવા તો તેની શાખાઓ જો નિચે તરફ નીકળેલી હોય તો આવા વ્યક્તિને વેદોથી સબંધીત બિમારી હોય છે.ઉપરાંત શનિ પર્વતની નેચે દ્વીપની તરફ નીચેથી સીધી રેખા હોય તો આંખોને લગતી બિનારી થઈ શકે છે.

હસ્થ રેખા વિજ્ઞાન પ્રમાણે સ્વાસ્થ્ય રેખા પર જો ક્રોસનું નિશાન હોય તો તે સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે એવામાં જો વ્યક્તિ આકસ્મીક ઘટનાનો શિકાર બને છે તો શારિરિક નુકસાનથી બચવાની આશા વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube