Spiritual Benefits of Aparajita Vine: અપરાજિતાના છોડને પવિત્ર અને ચમત્કારી ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં યોગ્ય દિશામાં આ ફુલની વેલ વાવી દેવામાં આવે તો આ વેલ વ્યક્તિનું ભાગ્ય બદલી દેવાની શક્તિ ધરાવે છે. આ વેલ જેમ જેમ વધે અને તેમાં ફુલ ખીલે તેમ ઘરની સમૃદ્ધિ વધતી હોવાની માન્યતા છે.

Spiritual Benefits of Aparajita Vine: વાસ્તુશાસ્ત્રમાં એવા અલગ અલગ છોડનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેને ઘરમાં લગાડવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. મોટાભાગે લોકો ઘરમાં પોઝિટિવિટી અને સમૃદ્ધિ વધે તે માટે મની વેલ રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવાનું કામ અપરાધિતાનો છોડ પણ કરી શકે છે ? જો તમે નથી જાણતા તો આ જાણકારી તમારા માટે કામની છે
વાસ્તુશાસ્ત્રમાં અપરાધિતાના છોડને ઘરમાં પોઝિટિવિટી અને સમૃદ્ધિ વધારનાર ગણવામાં આવ્યો છે. ઘરમાં યોગ્ય દિશામાં આ છોડ વાવી દેવામાં આવે તો તેનાથી વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. આ છોડ જેમ જેમ વધે તેમ તેમાં ફૂલની સંખ્યા વધવા લાગે છે. અપરાધિતાના બ્લુ ફુલ ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ વધારે છે. કહેવાય છે કે જેમ આ વેલ વધે તેમ ઘરમાં સુખ, સમૃદ્ધિ પણ વધે છે. આ વેલ લગાડ્યા પછી વ્યક્તિનું ભાગ્ય પણ પલટી મારે છે. વ્યક્તિએ વિચાર્યું ન હોય તેવી સફળતા અને લાભ મળવા લાગે છે.
અપરાજિતાનો છોડ ઘરમાં રાખવાના ફાયદા
વાસ્તુશાસ્ત્ર અનુસાર અપરાજિતાનો છોડ અત્યંત શુભ ફળ આપનાર છે. ઘરમાં આ છોડ હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ઘરનું વાતાવરણ શાંતિ ભર્યું રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં અપરાધિતાની વેલ હોય ત્યાં આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે.
અપરાધિતાનો છોડ લગાડવાના નિયમ
અપરાધિતાનો છોડ ઘરમાં લગાડવાથી થતા ફાયદા વિશે જાણીને જો તમને પણ આ છોડ ઘરમાં વાવવાની ઈચ્છા થઈ હોય તો તેને લગાડવાના નિયમ વિશે પણ જાણી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અપરાધિતાનો છોડ રાખવા માટે સૌથી ઉત્તમ જગ્યા છે ઘરનો ઈશાન ખૂણો. જો ઘરના ઈશાન ખૂણામાં આવેલ વાવો તો સૌથી ઉત્તમ ફળ મળે છે..
જો ઘરમાં ઈશાન ખૂણો ખાલી ન હોય તો અપરાધિતાની વેલ પૂર્વ દિશામાં પણ વાવી શકો છો. પૂર્વ દિશામાં લગાડેલી વેલથી પણ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. અપરાધિતાનો છોડ વાવવા માટે ઉત્તમ દિવસ શનિવાર ગણાય છે.
અપરાધિતાનો છોડ કઈ દિશામાં ન રાખવો ?
અપરાધિતાનો છોડ ઘરમાં વાવો તો આ નિયમનું પાલન ખાસ કરવું. અપરાધિતાની વેલ ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન રાખો.. આ દિશામાં અપરાધિતાની વેલ વાવવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)