)
Ped Par Kalawa Bandhane Ka Upay: પૂજા પાઠ સમયે જે લાલ દોરો હાથમાં બાંધવામાં આવે છે તેને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે કાંડા પર લાલ દોરો એટલે કે નાડાછળી બાંધવાથી વ્યક્તિની ચારે તરફ સુરક્ષા કવચ બની જાય છે. આ સુરક્ષા કવચ નકારાત્મક ઊર્જાને શરીર સુધી પહોંચવાથી રોકે છે. જોકે આ નાડાછળી ફક્ત કાંડા પર બાંધવાથી જ નહીં પરંતુ કેટલાક ઝાડ પર બાંધવાથી પણ લાભ કરે છે. વિશેષ પૂજા અને વ્રત દરમ્યાન ઝાડ પર પણ નાડાછળી બાંધવાનો નિયમ છે. આ સિવાય એવી પણ માન્યતા છે કે 5 ઝાડ એવા છે જેના પર નાડાછળી બાંધવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
શાસ્ત્ર અનુસાર તુલસી, શમી, પીપળો, કેળા અને વડના ઝાડ ઉપર નાડાછડી બાંધવામાં આવે તો લાભ થાય છે. ઝાડ પર નાડાછળી શું કામ બાંધવામાં આવે છે અને નાડાછડી બાંધવાથી શું લાભ થાય છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.
તુલસીનો છોડ
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અતિ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે છે અને તેને જળ અર્પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર જો તુલસીના છોડની સામે ઘીનો દીવો કરી તુલસીમાં લાલ દોરો બાંધવામાં આવે તો ઘર પર ક્યારેય વિપત્તિ આવતી નથી અને ઘરમાં સાક્ષાતમાં લક્ષ્મીનો વાસ થાય છે.
વડલાની પૂજા
શાસ્ત્રોમાં વડલાને પણ પૂજનીય માનવામાં આવ્યું છે. વટ સાવિત્રીના વ્રતમાં મહિલાઓ વડલાના ઝાડની જ પૂજા કરે છે. પૂજા કરતી વખતે વડલાના ઝાડમાં નાડાછળી પણ બાંધવામાં આવે છે. માન્યતા છે કે વડલાના ઝાડ પર લાલ દોરો બાંધવાથી અકાલ મૃત્યુનો ભય દૂર થાય છે
શમીનું ઝાડ
ધાર્મિક માન્યતા અનુસાર શમીના ઝાડ ભગવાન શિવને અતિ પ્રિય છે. સમીના ઝાડની પૂજા કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. શમીના ઝાડની પૂજા કરી તેમાં નાડાછળી બાંધવાથી શનિ દોષથી મુક્તિ મળે છે અને ઘર પર રાહુનો દુષ્પ્રભાવ પણ રહેતો નથી.
પીપળાનું ઝાડ
હિન્દુ ધર્મમાં પીપળાને પૂજનીય ગણવામાં આવે છે. પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ બિરાજમાન હોય છે. પીપળાની પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે. જે વ્યક્તિ મંગળવાર અને શુક્રવારે પીપળાના ઝાડની પૂજા કરે છે અને તેમાં નાળાછળી બાંધે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા થાય છે અને ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
કેળાનું ઝાડ
ધાર્મિક માન્યતા અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. કેળાના ઝાડની પૂજા દર ગુરુવારે કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી તેમાં રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. આમ કરવાથી બૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપેલી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)