Vastu Tips : ફ્રીજ ઉપર આ 5 વસ્તુઓ રાખવાથી આવે છે ગરીબી, સમયસર જાણી લો નહીંતર થશે નુકશાન

Vastu Tips For Fridge : જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 5 વસ્તુઓને ફ્રીજ પર બિલકુલ પણ ન રાખો. આ લેખમાં આ 5 વસ્તુઓ કઈ છે, તેના વિશે જાણીશું.

Vastu Tips : ફ્રીજ ઉપર આ 5 વસ્તુઓ રાખવાથી આવે છે ગરીબી, સમયસર જાણી લો નહીંતર થશે નુકશાન

Vastu Tips For Fridge : ઘણા લોકોને કેટલીક વસ્તુઓ ફ્રીજ ઉપર રાખવાની આદત હોય છે. ઘર કે કારની ચાવી હોય કે પછી અન્ય કોઈ વસ્તુ વિચાર્યા વગર ફ્રીજ ઉપર મુકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજ ઉપર વસ્તુઓ રાખવા અંગે વાસ્તુશાસ્ત્રમાં ખાસ સાવચેતી રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રીજની ઉપર રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક સમસ્યાઓ પણ થાય છે.

ફ્રીજ ઉપર છોડ ના રાખવો

Add Zee News as a Preferred Source

ઘણીવાર લોકો ડેકોરેશન માટે રેફ્રિજરેટરની ઉપર નાના છોડ રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ફ્રીજ ઉપર કોઈપણ પ્રકારનો છોડ રાખવો શુભ માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં અશાંતિ અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે.

ટ્રોફી અને પુરસ્કારો પણ ના રાખો

ટ્રોફી અને પુરસ્કારો આપણા માટે ગર્વની વાત છે અને આપણે તેને દરેકને બતાવવા માંગીએ છીએ. પરંતુ તેને ફ્રીજની ઉપર રાખવું વાસ્તુ અનુસાર યોગ્ય નથી માનવામાં આવતું. વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર ટ્રોફી અથવા એવોર્ડ રાખવાથી પૈસાની ખોટ થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ફિશ એક્વેરિયમ પણ ના રાખો

કેટલાક લોકો શુભ સંકેત માટે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખે છે અને જગ્યાના અભાવે તેને ફ્રિજની ઉપર મુકી દે છે. પરંતુ તમારે આ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુ અનુસાર આનાથી ઘરમાં ઉદાસી અને તણાવ તો વધે જ છે પરંતુ ફિશના જીવને પણ જોખમ વધી શકે છે.

પૈસા અને સોનાની વસ્તુઓ ના રાખો

વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર ક્યારેય રોકડ, સિક્કા કે સોના-ચાંદીની વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ધનની હાનિ થઈ શકે છે અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.

દવાઓ રાખવાનું ટાળો

ઘણા લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખે છે જેથી તે ઝડપથી મળી જાય, પરંતુ આ ના તો સ્વાસ્થ્ય માટે સારું છે અને ના તો વાસ્તુ અનુસાર. કહેવાય છે કે ગરમ જગ્યાએ દવાઓની અસર ખતમ થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા પણ વધે છે.

Disclaimer : અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news